AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણબીર સિંહની ફિલ્મ ’83’, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓને આપી ભેટ

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનો આભાર માન્યો.

દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણબીર સિંહની ફિલ્મ '83', મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓને આપી ભેટ
Ranveer Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:06 PM
Share

રણવીર સિંહ (Ranveer Singh)ની આગામી ફિલ્મ ’83’ (Film 83) જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ (KapilDev)ની ભૂમિકા ભજવી રહ્યા છે. તેને જોવા માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર છે. જે દિલ્હી સરકાર (Delhi Government) તરફથી તેમને મળ્યા છે. એક તરફ જ્યાં આ ફિલ્મને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ દિલ્હી સરકાર દ્વારા રાજધાનીમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.

એક ન્યૂઝ એજન્સી મુજબ દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બોલિવુડની ફિલ્મ 83, જે કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વિશ્વ કપ જીતને દર્શાવે છે. તેને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકાર તરફથી આ જાહેરાત બાદ ફિલ્મની પ્રોડક્શન કંપનીમાંથી એક રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ખુબ ખુશ છે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનો આભાર માન્યો. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પોતાના ટ્વીટમાં લખ્યું અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદીયાજી દિલ્હીમાં ફિલ્મ 83ને ટેક્સ ફ્રી કરવા માટે તમારો આભાર. તમારૂ આ પગલું અમને ભારતની સૌથી મોટી જીતની કહાનીને વધુ દર્શકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે.

તે એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડસના મેદાન પર કરિશ્મા કરી બતાવ્યો હતો. કોઈને વિશ્વાસ નહતો કે કપિલ દેવના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ પરત વિશ્વ કપ સાથે લઈને આવશે. પ્રથણ વિશ્વ કપનો ખિતાબ પોતાના નામે કરીને 1983 ક્રિકેટ વિશ્વ કપના ઓરિજિનલ સ્ટાર્સની કહાનીને દરેક લોકો જાણવા ઈચ્છે છે. કબીર ખાને ફિલ્મ 83 દ્વારા આ કહાનીને મોટા પડદા પર બતાવવનો પ્રયત્ન કર્યો છે.

રણબીર સિંહ સિવાય ફિલ્મમાં પંજક ત્રિપાઠી, દીપિકા પાદુકોણ, એમી વિર્ક, હાર્ડી સંધુ, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન જેવા ઘણા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતને ફેન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ રહી છે.

આ પણ વાંચો: Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ, ટાસ્ક ફોર્સની આશંકા, ફેબ્રુઆરીમાં ઝડપથી વધશે સંક્રમણ

આ પણ વાંચો: TMKOC: શું ખરેખર ભિડેનું સખારામ છે પોપટલાલના લગ્નમાં અડચણનું કારણ?

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">