TMKOC: શું ખરેખર ભિડેનું સખારામ છે પોપટલાલના લગ્નમાં અડચણનું કારણ?
પોપટલાલ ભીડેને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતનું સૂચન સમજાવે છે અને સખારામને સોસાયટીની બહાર, બીજે ક્યાંક રાખવા વિનંતી કરે છે, પરંતુ આ સાંભળીને ભીડેને દુઃખ થાય છે અને બંને વચ્ચે મતભેદ થાય છે.
સોની સબ ટીવીની સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) ગોકુલધામ સોસાયટીના તૂફાન એક્સપ્રેસના પત્રકાર પોપટલાલ (Popatlal) હાલમાં લગ્નની વાતોને લઈને ખૂબ ખુશ છે. જ્યારથી તે અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) શો ‘કૌન બનેગા કરોડપતિ’માંથી પાછા ફર્યા છે, ત્યારથી ઘણી છોકરીઓ તેની બુદ્ધિમત્તા અને કુશળતાથી પ્રભાવિત થઈ છે અને તેના ઘરે માંગાઓનો વરસાદ થઈ રહ્યો છે. જોકે, કોઈ કારણોસર તેમના લગ્ન થવામાં અડચણ આવી રહી છે અને પોપટલાલ આનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વાસ્તવમાં પોપટલાલ અવરોધોનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરતી વખતે વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતની મદદ લેવાનું વિચારે છે. તે જાણવા માંગે છે કે વાસ્તુમાં કોઈ ખામીના કારણે તો તેના લગ્નજીવનમાં અવરોધો નથી આવી રહ્યા ને. તેથી જ તે એક પ્રતિષ્ઠિત વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતને ગોકુલધામ સોસાયટીમાં બોલાવે છે. તે વ્યક્તિ ગોકુલધામ સોસાયટીમાં આવે છે અને તેમના ઘર અને સોસાયટીનું નિરીક્ષણ કર્યા પછી પોપટલાલને કહે છે કે સોસાયટીમાં કેટલીક વસ્તુઓ છે જે તેમના લગ્નમાં અવરોધ લાવી શકે છે, જેમાંથી એક ભીડેનું સ્કૂટર છે – સખારામ.
પોપટલાલ ભીડેને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતનું સૂચન સમજાવે છે અને સખારામને સોસાયટીની બહાર બીજે ક્યાંક રાખવા વિનંતી કરે છે, પરંતુ આ સાંભળીને ભીડેને દુઃખ થાય છે અને બંને વચ્ચે મતભેદ થાય છે. તમે બધા જાણતા જ હશો કે સખારામ ભીડેને કેટલુ પ્રિય છે. તે તેને તેના ઘરનો ચોથો સભ્ય માને છે. સખારામને બીજે રાખવાના આ વિચારથી ભીડેને ઘણું દુઃખ થાય છે અને તેના કારણે પોપટલાલ અને ભીડે વચ્ચે અણબનાવ થયો છે.
શું હવે ગોકુલધામના લોકો આ કોયડો ઉકેલી શકશે? શું ભીડે પોપટલાલની વાત માનીને સખારામને અલવિદા કહેશે? આ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. તમને જણાવી દઈએ કે બે અઠવાડિયા પહેલા તારક મહેતાની આખી ટીમ અમિતાભ બચ્ચનની કૌન બનેગા કરોડપતિ શોમાં ગઈ હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા અસિત કુમાર મોદી અને કલાકારોની ટીમ પણ આ શોનો ભાગ બની હતી. આ એક એવો શો છે જે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. તે પહેલીવાર 28 જુલાઈ, 2008ના રોજ પ્રસારિત કરવામાં આવ્યું હતું અને શોએ 3300થી વધુ એપિસોડ પૂરા કર્યા છે.
આ પણ વાંચો – Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી
આ પણ વાંચો – Maharashtra school admission: નર્સરીમાંથી ધોરણ 1 માં એડમીશન માટે વય મર્યાદા મળી છુટ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય