Shabaash Mithu Trailer: મિતાલી રાજની બાયોપિકમાં તાપસી પન્નુનો દબદબો, ફિલ્મ ‘શાબાશ મિટ્ઠું’નું ટ્રેલર થયું રિલિઝ

Shabaash Mithu trailer: શાબાશ મિટ્ઠુંનું ટ્રેલર 20 જૂને રિલીઝ થયું છે. ટ્રેલરમાં તાપસી પન્નુ ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજની (mitali raj) ભૂમિકામાં જોવા મળી રહી છે.

Shabaash Mithu Trailer: મિતાલી રાજની બાયોપિકમાં તાપસી પન્નુનો દબદબો, ફિલ્મ 'શાબાશ મિટ્ઠું'નું ટ્રેલર થયું રિલિઝ
Shabash Mithu trailer released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 12:08 PM

ભારતમાં માત્ર પુરૂષ ક્રિકેટ જ નહીં પરંતુ મહિલા ક્રિકેટનો ક્રેઝ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. છોકરીઓ પણ આ ફિલ્ડમાં આગળ વધી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બોલિવૂડ માત્ર પુરૂષ ક્રિકેટરોની બાયોપિક્સ જ નહીં પરંતુ મહિલા ક્રિકેટરો પર પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ફિલ્મો બની રહી છે. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ (mitali raj) પર બનેલી ફિલ્મ શાબાશ મિટ્ઠુંનું (Shabaash mithu) ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) મિતાલી રાજના રોલમાં ખૂબ જ અસરકારક દેખાઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

તાપસીએ ફિલ્મનું ટ્રેલર કર્યું શેર

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાબાશ મિટ્ઠુંનું ટ્રેલર શેર કર્યું અને લખ્યું કે ‘મિતાલી રાજ તમે નામ જાણો છો, હવે તેની પાછળની વાત જાણવા માટે તૈયાર થઈ જાઓ જે તેને લિજેન્ડ બનાવે છે.’ જે મહિલાએ “ધ જેન્ટલમેન્સ ગેમ” ને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે, તેની પોતાની વાર્તા બનાવી છે અને હું તેને તમારા સુધી પહોંચાડવા માટે સન્માન અનુભવી રહી છું.’

વિશ્વમાં મહિલા ક્રિકેટને અપાવ્યું એક અલગ જ સ્થાન

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની લાઈફને સારી રીતે બતાવવામાં આવી છે કે કેવી રીતે બાળપણથી તેણે ક્રિકેટ રમવાનું સપનું જોયું અને તેને પૂરું કરીને તે માત્ર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન જ નહીં પરંતુ વિશ્વમાં મહિલા ક્રિકેટને એક અલગ જ સ્થાન પર લઈ ગઈ. ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રિલીઝ

દિગ્દર્શક શ્રીજીત મુખરજી દ્વારા નિર્દેશિત શાબાશ મિટ્ઠું મિતાલી રાજના જીવન પર આધારિત છે. જેમાં તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી રહી છે. તેનું ટ્રેલર 20 જૂને રિલીઝ થયું છે. આ ફિલ્મ 15 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત મુમતાઝ સરકાર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે.

મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

આ મહિને 8 જૂનના રોજ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 39 વર્ષીય ક્રિકેટરે ભારત માટે 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને તેની લાંબી ક્રિકેટ કારકિર્દીમાં તેણે 12 ટેસ્ટ મેચમાં 699 રન, 232 ODIમાં 7805 રન અને 89 T20Iમાં 2364 રન બનાવ્યા હતા. તેણે મહિલા વર્લ્ડ કપ 2000, 2005, 2009, 2013 અને 2017માં ભારતીય મહિલા ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. પરંતુ તેમની કેપ્ટનશીપમાં ભારત એક પણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી.

g clip-path="url(#clip0_868_265)">