AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિદ્યુત જામવાલે અમેરિકામાં સૂર્ય મંત્ર, ચંદ્ર મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કર્યો, જુઓ વીડિયો

અભિનેતા વિદ્યુત જામવાલાએ પોતાની ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરને લઈ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં વિદેશની ધરતી પર કાંઈ એવું કરતા જોવા મળ્યો જેનાથી તેના ચાહકો પણ ખુશ થયા હતા. અભિનેતાએ એક સાથે અનેક મંત્રનો જાપ કર્યો હતો.

Breaking News : વિદ્યુત જામવાલે અમેરિકામાં સૂર્ય મંત્ર, ચંદ્ર મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કર્યો, જુઓ વીડિયો
| Updated on: Apr 20, 2026 | 2:14 PM
Share

વિદ્યુત જામવાલે હોલિવુડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરમાં યોગ ગુરુ ધલિસ્મના પાત્રમાં વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મનું ટ્રેલર લાસ વેગાસમાં સિનેમાકોન 2026માં રિલીઝ કર્યું હતુ. તેમજ સ્ક્રીનિંગ પહેલા અભિનેતાના એક શાનદાર જેસ્ચરે બધાનું ધ્યાન ખેચ્યું હતુ. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

સિનેમાકોનમાં ખીચોખીચ ભરેલા દર્શકોની સામે ટ્રેલર દેખાડતા પહેલા વિદ્યુત જામવાલાએ પ્રાર્થનાથી શરુઆત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સૂર્ય મંત્ર, ચંદ્ર મંત્ર અને ગાયત્રી મંત્રનો પાઠ કર્યો અને નોઆ સેન્ટિનિયા સહિત પોતાના કો-સ્ટાર્સની સાથે આ પવિત્ર પળને શેર કર્યો હતો. જેનાથી દુનિયાના સૌથી શોરગુલ ભરેલા ઈવેન્ટમાંથી એક અચાનક શાંતિ છવાઈ હતી.

વિદ્યુત જામવાલે અનેક મંત્રો જાપ કર્યા

સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કરતા વિદ્યુત જામવાલે લખ્યું કેટલાક વ્યક્તિગત ઉપલબ્ધિઓ મને જીવનના ઉદ્દેશ્યને ઉંડાણ પૂર્વક અનુભતિ કરાવે છે. એવો પળ જે મને જમીન સાથે જોડીને રાખે છે. તેમજ મને યાદ અપાવે છે કે, હું કોણ છું. આવો જ એક પળ હતો જે મને લાસ વેગાસમાં સિનેમાકોનમાં પ્રાર્થના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જે દુનિયાનો સૌથી શોરગુલ ભરેલું અને જીવંત સ્થળોમાંથી એક છે. મારા ભારતીય મંત્રોએ એક શાંતિ અને સુકુનની એક લહેર છે. મને રૂમમાં રહેલા દરેક વ્યક્તિ સાથે એક ઊંડો, અકથિત બંધન અનુભવાયું શબ્દોની પેલે પાર, ભાષાની પેલે પાર, આપણે બધા એક સાથે જોડાયેલા હતા.

વૈશ્વિક સદ્ધાવના આ દ્રષ્ટિકોણને રજુ કરવા માટે મારી માટે એક મોટું સૌભાગ્ય હતુ. વૈદિક સૂર્યમંત્ર,ચંદ્ર મંત્ર, ગાયત્રી મંત્ર આ તમામ મળીને શાંતિ માટે એક મૌન પ્રાર્થનાનો સંદેશ આપે છે.

સ્ટ્રીટ ફાઈટરમાં આ કલાકારોએ કામ કર્યું

કિતાઓ સકુરાઈની નિર્દેશિત, સ્ટ્રીટ ફાઈટર ફેમસ આર્કેટ ગેમ ફ્રેન્ચાઈઝીને મોટા પડદાં પર લઈ આવી છે. જેમાં હાડૌકેન જેવા સિગ્નેચર મુવ્સ અને શાનદાર એક્શનથી ભરપુર કોમ્બૈટ સીકવન્સ સામેલ છે. ફિલ્મમાં હોલિવુડ, રમત અને મનોરંજન ગતની જાણીતી હસ્તિઓથી સજજ એક ઈન્ટરનેશનલ કાસ્ટ છે.

સ્ટ્રીટ ફાઈટરની કાસ્ટ અને ભારતમાં રિલીઝ

ફિલ્મમાં ઓરવિલ પેક,ઓલિવિયર રિચટર્સ,એરિક આંદ્ર, એન્ડ્રયુ શુલ્ઝ અને અલેક્ઝેન્ડર વોલકાનોવ્સકી જેવા કલાકારો છે. આ ફિલ્મ ભારતમાં 16 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થશે.

એક વખત તૂટી ચૂકી છે સગાઈ, રાજપૂત પરિવારમાં જન્મેલા વિદ્યુત જામવાલની એક્ટર બનવાની સફર આવી રહી અહી ક્લિક કરો

Follow Us
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">