AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 3 Box Office: દ્રશ્યમ 3 એક અઠવાડિયામાં અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ

Drishyam 3 Box Office: સિનેમાઘરોમાં પોતાનો જલવો દેખાડનારી દ્રશ્યમ 3 બોલિવુડ અભિનેતા અજય દેવગનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. દ્રશ્યમ 3 હવે અભિનેતાના સાડા 3 દશકના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

Drishyam 3 Box Office: દ્રશ્યમ 3 એક અઠવાડિયામાં અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ
| Updated on: Oct 09, 2026 | 1:47 PM
Share

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 એક અઠવાડિયામાં એવું કમાલ કર્યું છે કે, તેના ઈતિહાસમાં અત્યારસુધી કોઈ ફિલ્મ કરી શકી નથી. આ ફિલ્મે દુનિયાભરમાં 380 કરોડનું કલેક્શન પાર કર્યો છે. આ સાથે ફિલ્મ સિનેમાના ઈતિહાસમાં અજય દેવગનના સાડા 3 કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે, અઠવાડિયામાં આ ફિલ્મે આવું કામ કર્યું છે. દ્ર્શ્યમ 3ની કમાણીના આંકડા જોઈએ.

ખાસ વાત એ છે કે, અજય દેવગનની આ ફિલ્મને સાઉથમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. તેમજ વિદેશમાં પણ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ફિલ્મ ઓવરસીઝ કલેક્શનમાં 100 કરોડ પાર કરવાને નજીક પહોંચી છે. હવે ફિલ્મના એક અઠવાડિયાના ક્લેક્શને આ વાતની રોચકતા વધારી છે કે,ફિલ્મ રિલીઝના પહેલા વીકએન્ડમાં કેટલી કમાણી કરી છે.

દ્રશ્યમ 3એ એક અઠવાડિયામાં કેટલી કમાણી કરી?

દ્રશ્યમ 3 ફિલ્મે એક અઠવાડિયામાં ધમાકેદાર કલેક્શન કરી દેખાડ્યું છે. રિલીઝના સાતમાં દિવસે દ્રશ્યમ 3 ફિલ્મે સિનેમાઘરોમાં સૈકનિલ્કના રિપોર્ટ મુજબ 13 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું આ કલેક્શન એક દિવસનું સૌથી મોટું કલેક્શન છે.આમ છતાં, ફિલ્મે રિલીઝના સાત દિવસમાં 245 કરોડની કમાણી કરી છે. તેનું કુલ કલેક્શન 294.60 કરોડ સુધી પહોંચી ગયું છે.

ઓવરસીઝ કલેક્શન મામલે ફિલ્મે 7 દિવસમાં 89 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મના પહેલા અઠવાડિયાનું વર્લ્ડવાઈડ કલેક્શ સૈકનિલ્ક રિપોર્ટ મુજબ 383.60 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. હજુ પણ ફિલ્મ વધુ સારી કમાણી કરી શકે છે. ફિલ્મનું અંદાજિત બજેટ 110 કરોડ રુપિયા હોવાનું કહેવામાં આવે છે. ફિલ્મના બજેટથી 3 ગણી વધારી કમાણી કરવાની સાથે. અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

દ્રશ્યમ 3 એ સિંઘમ અગેનને પાછળ છોડી દીધું

દ્રશ્યમ 3એ અજય દેવગનની કારકિર્દીની વિશ્વવ્યાપી કલેક્શનની દ્રષ્ટિએ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તેણે સિંઘમ અગેનને પાછળ છોડી દીધું, જેનો વિશ્વવ્યાપી કલેક્શન આશરે 378 કરોડ હતું. હવે, દ્રશ્યમ 3 એ તેના સાતમા દિવસે 13 કરોડની કમાણી કરીને સિંઘમ અગેનને પાછળ છોડી દીધી છે, જે અજય દેવગનની કારકિર્દીની પ્રથમ 400 કરોડની ફિલ્મ બની છે. હાલમાં, અજય દેવગનના ચાહકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ,આ ફિલ્મ અજયના કારકિર્દીની પ્રથમ 1000 કરોડની ફિલ્મ બની શકે છે.

માતા-પિતાથી લઈને પત્ની અને ભાઈ અને ભાણેજ બોલિવુડમાં સક્રિય, પત્ની સાથે બોલિવુડમાં આપી ચૂક્યો છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">