AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફરહાન અખ્તરની મોટી ચોરી પકડાતા આંખ આડા કાન કર્યા

મિર્ઝાપુર ધ મૂવીમાં રૈપરિયા બાલમના શૂરવીર ગીત તેની પરવાનગી વગર ઉપયોગ થયો છે. હવે સિંગરનું કહેવું છે કે, તેમણે ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટને લીગલ નોટિસ મોકલી છે. તો ચાલો જોઈએ ફરહાન અખ્તરની મોટી ચોરી કેમ પકડાય છે.

Breaking News : ફરહાન અખ્તરની મોટી ચોરી પકડાતા આંખ આડા કાન કર્યા
| Updated on: Sep 13, 2026 | 2:11 PM
Share

ફરહાન અખ્તરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તે થોડા સમય પહેલા જ રણવીર સિંહને બોલિવુડમાં પ્રતિબંધ કરવા સુધી પહોંચી ગયો હતો. ટુંકમાં અન્ય લોકો શું કરે છે. તેના પર નજરછે પરંતુ ખુદની કંપની કેટલી મોટી ચોરી કરી રહી છે. જાણે તેનાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા મિર્ઝાપુર ફિલ્મ રિલીઝ થઈ છે. લોકો કહી રહ્યા છે કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર જશે. પરંતુ આ ફિલ્મ પર છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં આવી હતી. તેનું કારણ શૂરવીર ગીત હતુ. આ ગીતે રાજસ્થાની સિંગર રૈપરિયા બાલમે બનાવ્યું હતુ.

તેમણે આરોપ લગાવ્યો કે, મિર્ઝાપુરના મેકર્સે તેની પરવાનગી વગર ફિલ્મમાં આ ગીતનો ઉપયોગ કર્યો છે. તેના રાઈટ્સ તેની પાસે છે. તે ખુબ નારાજ છે. તેમનું કહેવું છે કે, આનાથી રાજસ્થાનનું અપમાન થયું છે.ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, જે આ ફિલ્મના નિર્માતા છે, જે તાજેતરમાં સપ્ટેમ્બર 2026 માં રિલીઝ થઈ હતી.

મિર્ઝાપુર ગીત પર વિવાદ

શૂરવીર ગીત મિર્ઝાપુર ધ મૂવી ક્લાઈમેક્સમાં ઉપયોગ કરાયો છે. જેમાં ગેંગ વોર થઈ રહ્યો હતો. રૈપરિયા બાલમે કહ્યું કે, આ ગીત તેમણે એ વીરો માટે બનાવ્યું હતુ. જેમણે પોતાની વીરતા માટે પોતાના જીવ આપ્યો પરંતુ આ ગેંગસ્ટર પર ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ટુપર રેકોર્ડનો દાવો છે કે, તેની પાસે આ ગીતના રાઈટ્સ છે. તેમજ એક્સેલ એન્ટરટેનમેન્ટ જેમણે મિર્ઝાપુર ફિલ્મ બનાવી તેનું લાઈસન્સ તેની પાસેથી લીધું હતુ.

ગીતના વિવાદ પર ખુલાસો કર્યો

હવે રૈપરિયા બાલમ અને તેના ભાઈએ એક વાતચીત દરમિયાન આ ગીતના વિવાદ પર ખુલાસો કર્યો હતો.રૈપરિયા બાલમના ભાઈએ કહ્યું શુરવીર જેવા ગીતનો હેતુ યુવાઓને ભારતીય ઈતિહાસ અને મહાન યૌદ્ધાઓ વિશે જણાવવાનો હતો. આ ગીત માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યું નથી. મિર્ઝાપુરમાં આ ગીતને મુન્ના ભાઈ જેવા પાત્રના બ્રેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે, આનાથી મહારાણા પ્રતાપ અને રાજસ્થાની સંસ્કૃતિની છબી ખોટી બને છે. જો કોઈ યુવા આ ગીતને મુન્ના ભૈયા જેવા પાત્ર સાથે જુએ તો. તેના મનમાં મહારાણા પ્રતાપ અને તેના પાત્ર વચ્ચે ખોબો સંબંધ બની શકે છે. તેમનો આરોપ છે કે, કંપનીએ યોગ્ય ડોક્યુમેન્ટની તપાસ કર્યા વગર ગીતનો ફિલ્મમાં ઉપયોગ કર્યો છે.

ત્રણ માંગણીઓ ઉઠાવી

તેમણે એમ પણ કહ્યું કે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરહાન તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, જ્યારે રિતેશની ટીમે કહ્યું કે કરણે તેની સાથે વાત કરી હતી. રેપર બાલમે એમ પણ કહ્યું કે, તેમણે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઈનમેન્ટને કાનૂની નોટિસ મોકલી છે. તેમાં તેમણે ત્રણ માંગણીઓ ઉઠાવી છે. પહેલી માંગ એ છે કે ફિલ્મમાંથી ‘શૂરવીર’ ગીત દૂર કરવામાં આવે. બીજુ સાર્વજનિક માફી માંગવામાં આવે અને ત્રીજું મહારાણા પ્રતાપના નામે એક સ્કુલ બનાવવામાં આવે.રાપેરિયા બાલમ કહે છે કે આ બધી માંગણીઓ કાનૂની નોટિસમાં સામેલ છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

“હનુમાન અંશ” માં નીમ કરોલી બાબાની પત્નીનો રોલ ભજવનારી અભિનેત્રી કોણ છે ? રિયલ લાઈફ છે ખૂબ જ ગ્લેમરસ જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">