AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદીઓ માટે એરપોર્ટ જવું થશે મોંઘું: કેબ્સ પર લાગ્યો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ, ખિસ્સા પર પડશે સીધો બોજ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કેબ દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે ખર્ચ વધવા જઈ રહ્યો છે. એરપોર્ટ ઓપરેટર દ્વારા ગુરુવાર (1 ઓક્ટોબર) થી ટેક્સીઓ માટે ₹50 નો ડ્રોપ-ઓફ અને ₹200 નો પિક-અપ ચાર્જ અમલી બનાવવામાં આવ્યો છે. Ola, Uber, Rapido સહિતની તમામ પીળી પ્લેટવાળી કોમર્શિયલ ગાડીઓ પર આ નિયમ લાગુ રહેશે, તેમજ ટેક્સી પાર્કિંગનું સ્થળ પણ બદલીને એરપોર્ટ સર્કલ પાસે ખસેડાયું છે.

Breaking News: અમદાવાદીઓ માટે એરપોર્ટ જવું થશે મોંઘું: કેબ્સ પર લાગ્યો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ, ખિસ્સા પર પડશે સીધો બોજ
| Updated on: Oct 01, 2026 | 9:55 PM
Share

એક તરફ ટીવી, ફ્રિજ, મોબાઈલ, કાર, બાઇક અને જીવનજરૂરી અનાજના ભાવો સતત વધી રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ ઝીંકાયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કેબ કે ટેક્સી દ્વારા મુસાફરી કરતા નાગરિકો માટે મુસાફરી વધુ મોંઘી બની ગઈ છે. એરપોર્ટ ઓપરેટર દ્વારા આજથી એટલે કે ગુરુવાર (1 ઓક્ટોબર) થી મુસાફરોને ડ્રોપ કરવા આવતી અને પિક-અપ કરવા જતી તમામ ટેક્સીઓ પર નવો ચાર્જ ઝીંકવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, મુસાફરોને મુકવા આવતી કેબ પાસેથી ₹50 ડ્રોપ-ઓફ ચાર્જ અને મુસાફરોને લેવા આવતી કેબ પાસેથી ₹200 પિક-અપ ચાર્જ વસૂલવામાં આવશે.

તમામ કોમર્શિયલ અને રાઇડ-હેઇલિંગ કેબ્સ પર લાગુ પડશે નિયમ

આ નવા દરો તમામ યલો-પ્લેટ (પીળી નંબર પ્લેટ) ધરાવતા કોમર્શિયલ વાહનો પર લાગુ થશે. જેમાં Ola, Uber, Rapido, Bharat Taxi જેવી તમામ એપ-આધારિત રાઇડ-હેઇલિંગ સર્વિસ અને સામાન્ય કોમર્શિયલ ટેક્સીઓનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ ફી કેબ એગ્રીગેટર એપ્સના ઓનલાઇન ભાડામાં સીધી જોડાયેલી ન હોવાથી, ડ્રાઇવરો મુસાફરો પાસેથી અલગથી ₹50 નો ડ્રોપ ચાર્જ વસૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ટેક્સી પાર્કિંગ એરિયા પણ શિફ્ટ કરાયો

નવા ચાર્જીસ લાગુ કરવા ઉપરાંત એરપોર્ટ તંત્ર દ્વારા કોમર્શિયલ ટેક્સીઓ માટેના નિયત પાર્કિંગ સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પાર્કિંગ ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 (T2) ની નજીક હતું, જેને હવે ત્યાંથી હટાવીને હોટેલ ઉમેદ પાસે, એરપોર્ટ સર્કલ નજીક ખસેડવામાં આવ્યું છે. હવેથી તમામ ટેક્સી ઓપરેટરોએ મુસાફરોની રાહ જોવા કે પાર્ક કરવા માટે આ નવા નિયત સ્થળનો ઉપયોગ કરવાનો રહેશે.

એરપોર્ટ તંત્રનો દાવો: સુવિધાઓ આપી રહ્યા છીએ

એરપોર્ટ ઓપરેટરનું કહેવું છે કે કેબ ડ્રાઇવરો માટે એરપોર્ટ પર આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં:

  • શુદ્ધ પીવાનું પાણી (Water Purifier)
  • એર-કન્ડિશન્ડ રેસ્ટિંગ ઝોન (વિશ્રામ કક્ષ)
  • શૌચાલય (વોશરૂમ)
  • કેન્ટીનની સુવિધા
  • 24/7 સીસીટીવી સર્વેલન્સ (સુરક્ષા)

આ ઉપરાંત ઓપરેટરે સ્પષ્ટતા કરી છે કે કોલકાતા અને તિરુપતિ જેવા અન્ય મોટા એરપોર્ટ પર ડ્રોપ-ઓફ માટે ₹100 વસૂલવામાં આવે છે, જ્યારે અમદાવાદમાં માત્ર ₹50 નો જ દર રાખવામાં આવ્યો છે.

ટેક્સી ડ્રાઇવરો અને મુસાફરોમાં રોષ: સરકારના દાવા સામે સવાલ

એક બાજુ દિવસ-રાત ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઇવરો માટે આ નવો ખર્ચ માથાનો દુખાવો બની ગયો છે, તો બીજી બાજુ ફ્લાઇટ પકડવા નીકળતા સામાન્ય વર્ગના મુસાફરોના ખિસ્સા પર સીધી કાતર ફરશે. એક તરફ સરકાર મોંઘવારી અંકુશમાં હોવાના દાવા કરે છે અને બીજી તરફ દરેક સ્તરે નવા-નવા ચાર્જીસ ઝીંકીને પ્રજાની મુશ્કેલી વધારવામાં આવી રહી છે. આવા સંજોગોમાં લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું મોંઘવારી નિયંત્રણના સરકારી દાવાઓ માત્ર કાગળ અને ભાષણો પૂરતા જ સીમિત છે કે પછી સામાન્ય પ્રજાને રાહત આપવા કોઈ નક્કર પગલાં લેવાશે?

Breaking: Jio ની મોટી જાહેરાત : માત્ર ₹299 માં પડશે 4G ફોન, ‘JioBharat 4G’ સાથે 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત

Follow Us
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
g clip-path="url(#clip0_868_265)">