AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ઓટો ડ્રાઈવરની ગુંડાગીરી સામે બે છોકરીઓએ બતાવ્યો ‘પાવર’, રસ્તા વચ્ચે થયેલી બબાલ જોઈને લોકો સ્તબ્ધ

રિક્ષા ભાડું અને રાઈડ કેન્સલ કરવા જેવી બાબતે 2 છોકરી અને ઓટો ચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાનો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર લોકોના આક્રોશ અને મહિલા સુરક્ષા પર ઊઠેલા સવાલો બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપી ઓટો ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે.

Trending Video: ઓટો ડ્રાઈવરની ગુંડાગીરી સામે બે છોકરીઓએ બતાવ્યો 'પાવર', રસ્તા વચ્ચે થયેલી બબાલ જોઈને લોકો સ્તબ્ધ
Image Credit source: Image Created By: RajSingh Sisodiya
| Updated on: Sep 30, 2026 | 10:25 PM
Share

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર રોજેરોજ એકથી એક અનોખા અને હેરાન કરી દે તેવા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે, જેને જોઈને લોકોનું મગજ ચકરાવે ચડી જાય છે. આ સિવાય કેટલાક વીડિયો જોઈને યુઝર્સ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

આવો જ એક ચોંકાવનારો વીડિયો બેંગલુરુથી સામે આવ્યો છે, જ્યાં બે છોકરીઓ અને એક ઓટો ડ્રાઈવર વચ્ચે જોરદાર મારામારી થઈ. અહીં જે પ્રકારનો ત્યાં નજારો હતો, તે જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ.

ઓટો ચાલકે મારામારી શરૂ કરી

મળતી માહિતી અનુસાર, બેંગલુરુના HSR લેઆઉટ વિસ્તારમાં રાઈડ કેન્સલ કરવા અથવા ઓટો ભાડાને લઈને એક ઓટો ચાલક અને મહિલાઓ વચ્ચે વિવાદ થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે, ઓટો ચાલકે પોતાનો આપો ગુમાવી દીધો અને મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારામારી શરૂ કરી દીધી.

ઘટનાસ્થળે હાજર એક રાહદારીએ આ પૂરી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે આરોપી ઓટો ચાલક મહિલા પર આક્રમક થઈ રહ્યો છે અને ત્યાં હાજર લોકો મૌકદર્શક બનીને જોઈ રહ્યા છે.

પોલીસ કસ્ટડીમાં આરોપી

વીડિયો જોઈને તમે પણ હેરાન રહી ગયા હશો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને યુઝર્સ અલગ-અલગ પ્લેટફોર્મ પર તેને શેર કરી રહ્યા છે. X (ટ્વિટર) પર આ વીડિયો BR_wallah નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોને લાખોની સંખ્યામાં લોકો અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. વીડિયો સામે આવતા જ લોકોએ મહિલાઓની સુરક્ષા અને પોલીસ પ્રશાસનની વ્યવસ્થા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું.

મામલો ગંભીર બનતા જ બેંગલુરુ પોલીસે વીડિયોની નોંધ લીધી અને આરોપી ઓટો ચાલકની ઓળખ કરીને તેને કસ્ટડીમાં લઈ લીધો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં સહન કરવામાં નહીં આવે અને આરોપી સામે કાનૂની કલમો હેઠળ ગુનો નોંધીને સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો ‘મોટો નિર્ણય’, પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">