AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video

નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2026 | 10:01 PM
Share

વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન સતત ત્રીજા વર્ષે નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શિસ્ત જાળવવા અને અસામાજિક તત્ત્વોને રોકવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. ખેલૈયાઓએ આ નિયમને આવકાર્યો છે.

વડોદરાના નવલખી મેદાનમાં નવરાત્રી દરમિયાન નો તિલક, નો એન્ટ્રીનો નિયમ ફરી એકવાર ચર્ચામાં છે. આ વર્ષે પણ ગરબાના બોક્સ ઓફિસ બહાર તિલક નહીં તો એન્ટ્રી નહીંના બોર્ડ લાગેલા જોવા મળ્યા છે. આયોજકો દ્વારા સતત ત્રીજા વર્ષે આ કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનું પાલન ખેલૈયાઓએ કરવાનું રહેશે.

આ નિયમ પાછળનો મુખ્ય હેતુ મેદાનમાં શિસ્ત જાળવવાનો અને અસામાજિક તત્ત્વોને પ્રવેશતા અટકાવવાનો છે. આયોજકોનું માનવું છે કે, કેટલાક લોકો ગરબાના પવિત્ર વાતાવરણને બગાડે છે અને લડાઈ-ઝઘડા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. તિલકને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે અને તેનું પાલન કરવાથી ગરબાની પવિત્રતા જાળવી શકાય છે. ખેલૈયાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને તેને આવશ્યક ગણાવ્યો છે. નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ નિયમ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.

 

દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">