સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઘટના કારણે ઘાસચારાના ભાવમાં ભડકો, પશુપાલકો કફોડી સ્થિતિમાં
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. સૂકા અને લીલા ઘાસ તેમજ મગફળીના પાલા મોંઘા બનતા પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે જળ સંકટની સાથે હવે પશુપાલકોની પણ પરેશાની વધી છે. ઘાસચારાના ભાવમાં થયેલા ત્રણ ગણા વધારાથી પશુપાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. પશુપાલકોની માગ છે કે સરકાર સસ્તા દરે ઘાસચારો આપે. વરસાદના અભાવે લીલુ ઘાસ મળી નથી રહ્યુ અને સૂકા ઘાસ મગફળીના પાલાની માગ વધી છે પરિણામે ઘાસચારાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા હવે જળસંકટની સાથે પશુપાલકોની મુશ્કેલી પણ વધી છે. વરસાદના અભાવે ખેતરોમાં લીલોતરી ઘટી છે અને લીલા ઘાસની ઉપલબ્ધતા પણ ઓછી થઈ છે. બીજી તરફ પશુઓ માટે સૂકા ઘાસ અને મગફળીના પાલાની માગ વધતા તેના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે.
હાલમાં એક મણ સૂકા ઘાસનો હોલસેલ ભાવ રૂ.650 અને રિટેઇલ ભાવ રૂ.750 સુધી પહોંચ્યો છે. જ્યારે ગત વર્ષે આ જ ઘાસ રૂ.250થી 300માં મળતું હતું. લીલા ઘાસના ભાવમાં પણ વધારો થયો છે. હાલ એક મણ લીલા ઘાસનો હોલસેલ ભાવ રૂ.120 અને રિટેઇલ ભાવ રૂ.160 છે, જે ગત વર્ષે રૂ.60થી 70 હતો. મગફળીના પાલાનો ભાવ પણ ગત વર્ષના રૂ.100થી વધીને હાલ રૂ.300 પ્રતિ મણ થયો છે.
ઘાસચારો મોંઘો થયો હોવા છતાં પશુપાલકો માટે તેની ખરીદી ટાળવી શક્ય નથી. પશુઓને દરરોજ ખોરાક આપવો પડતો હોવાથી વધેલા ભાવનો સીધો બોજ તેમના ખિસ્સા પર પડી રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના મિરજાપરના માલધારીઓ પણ ઘાસચારાની અછતને લઈને ચિંતિત છે. માલધારીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા રૂ.2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતી વ્યવસ્થા થઈ નથી. પશુપાલકો સરકાર પાસે વહેલી તકે સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે.
પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
