Breaking News : સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટુ કૌભાંડ સામે આવ્યું, જુઓ Video
શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે કફ સીરપનો કાળો કાળો બહારનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ મહિનામાં એસઓજી પોલીસે કફ સિરપની કુલ 1996 બોટલો ઝડપી પાડી છે. આ મામલે NDPS એક્ટ હેઠળ 11 ગુના નોંધવામાં આવ્યા છે અને કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરમાંથી સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું છે. એસ.ઓ.જી. (SOG) પોલીસે કફ સિરપના ગેરકાયદેસર કારોબાર પર વિરુદ્ધ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ અને બનાવટી પ્રમાણપત્રોના આધારે મેડિકલ લાયસન્સ મેળવીને રાજ્યમાં નશાકારક કફ સિરપનો કાળો કારોબાર ચલાવતા હતા. પોલીસે છેલ્લા 5 મહિનામાં કુલ 1,996 બોટલો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ 11 કેસ નોંધીને 31 આરોપીઓની ધરપકડ કરી છે.
સિરપનું કૌભાંડ સામે આવ્યું
હાલ પકડાયેલ મુખ્ય આરોપી ભાવેશ દુધેલા અગાઉ 1,920 બોટલો સાથે પકડાયો હતો જેમાં ખુલાસો થયો છે કે નરેન્દ્ર જોશી પાસેથી ‘મારુતિ મેડિકલ એજન્સી’નું લાયસન્સ મેળવવા ‘ગુરુકૃપા એજન્સી, સિહોર’ના સહી-સિક્કાવાળું બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. જોકે અગાવ પણ અક્રમ વડદરીયાને કફ સિરપ સપ્લાય કરનાર S.R. ફાર્માસ્યુટિકલ્સના માલિક સરફરાજ કુરેશીની જેનું મેડિકલ લાયસન્સ બોગસ ડોક્યુમેન્ટ્સ આધારે લેવાયું હોવાનું ખુલ્યું છે. આમ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે કફ સીરપનો કાળો કાળો બહારનો પર્દાફાશ થયો છે.
કુલ 31 આરોપીઓની ધરપકડ
ભાવનગરમાં નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણ સામે એસઓજી પોલીસની કાર્યવાહીમાં છેલ્લા પાંચ મહિનામાં એસઓજી પોલીસે કફ સિરપની કુલ 1996 બોટલો ઝડપી પાડી છે. આ મામલે NDPS એક્ટ હેઠળ 11 ગુના નોંધવામાં આવ્યા છે અને કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, પકડાયેલા કેટલાક આરોપીઓ મેડિકલ ધારક પાસેથી ગેરકાયદેસર રીતે કફ સિરપની બોટલો મેળવી નશો કરતા લોકોને વેચતા હતા. આ ઉપરાંત, આરોપીઓ દ્વારા મેડિકલ લાયસન્સ મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરી લાયસન્સ મેળવવામાં આવતું હતું. ત્યારબાદ પ્રતિબંધિત શેડ્યુલ-એચ અને એચ-1 કેટેગરીમાં આવતા નશાકારક કફ સિરપ અને મેડિસિનનો જથ્થો કંપની પાસેથી ખરીદી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
એસઓજીની તપાસ હજુ પણ ચાલુ
એસઓજીની તપાસમાં અગાઉ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસમાં ઝડપાયેલા આરોપી ભાવેશ દુધેલા પાસેથી પણ મેડિકલ લાયસન્સ મેળવવા માટે બનાવટી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ મામલે ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપનાર નરેન્દ્ર જોશી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, NDPS કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પાસેથી કફ સિરપનો જથ્થો પૂરો પાડનાર મેડિકલના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં નશાકારક કફ સિરપના નેટવર્ક સામે એસઓજીની તપાસ હજુ પણ ચાલુ છે.
