AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આસારામની ચાલાકી ના ચાલી ! પત્નીની બીમારીનું બહાનુ ધરી માંગ્યા હતા 'જામીન', ગુજરાત હાઈકોર્ટે અરજી જ ફગાવી

Breaking News: આસારામની ચાલાકી ના ચાલી ! પત્નીની બીમારીનું બહાનુ ધરી માંગ્યા હતા ‘જામીન’, ગુજરાત હાઈકોર્ટે અરજી જ ફગાવી

| Updated on: Sep 30, 2026 | 6:23 PM
Share

ગુજરાત હાઈકોર્ટે આસારામ બાપુની 20 દિવસની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. પત્નીની તબિયત ખરાબ હોવાના કારણે તેમણે જામીનની માંગ કરી હતી પરંતુ કોર્ટે તે નામંજૂર કરી દીધી છે. જો કે, હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્ની સાથે વાત કરવાની મંજૂરી મેળવવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની છૂટ આપી છે.

અમદાવાદ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. આસારામે પત્નીની તબિયત ખરાબ હોવાના કારણે તેમને મળવા માટે 20 દિવસની રાહતની માંગ કરી હતી.

પોલીસ રિપોર્ટ મુજબ, આસારામની પત્નીની તબિયત હાલ સ્થિર છે અને તબીબના મતે તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આસારામને કોઈ પણ પ્રકારની હંગામી રાહત આપવાનો ઇનકાર કર્યો છે.

જો કે, કોર્ટે આસારામને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પત્ની સાથે વાત કરવાની મંજૂરી મેળવવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની છૂટ આપી છે. આ નિર્ણય બાદ આસારામની હંગામી જામીનનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આસારામ હાલ ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાં ખુલ્લી પડી તંત્રની પોલ,સ્ટ્રેચર ન મળતાં દર્દીને ખભે ઊંચક્યો! સવાલો વચ્ચે RMOએ આપ્યો આ જવાબ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">