પિતાએ જાહ્નવી કપૂરને બેડરુમમાં બોયફ્રેન્ડ સાથે પકડી હતી, જેની પિતાએ સજા આપી
જાહ્નવી કપૂર પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે.હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે.અભિનેત્રીએ આ વાતને પર કોન્ફોર્મ કરી છે. જાહ્નવી કપૂરે એક વાતચીત દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. જે સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા.

જાહ્નવી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મો સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીની દેવરા ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં તેની એક્ટિંગની સાથે સાથે અભિનેત્રીનો ડાન્સ પણ ખુબ પસંદ કરવામાં આવે છે. હાલમાં બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ પરમ સુંદરીને લઈ ચર્ચામાં છે. જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે જોવા મળશે. જાહ્નવી બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે.હાલમાં તે ફેમસ અભિનેત્રી બની ચૂકી છે. પરંતુ અભિનેત્રીએ એક પ્રમોશન દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક સ્ટોરી શેર કરી હતી. જે જાણી લોકો ચોંકી ગયા હતા.
શું છે આ સ્ટોરી
મૈશબલ ઈન્ડિયા સાથે વાતચીતમાં જાહ્નવી કપૂરે આ ઘટનાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, આ તે સમયની વાત છે, જ્યારે અમે જૂના ઘરે રહેતા હતા. ત્યારે એક વખત મે મારા ફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. તે સમયે ઘરે કોઈ ન હતુ અને અમે બંન્ને બેઠરુમમાં બેસી વાતો કરી રહ્યા હતા. તે સમયે પપ્પા ઘરે આવ્યા અને મને કાંઈ સમજાયું નહિ. મે તેને દરવાજા નહિ પરંતુ બારીમાંથી નીચે ઘક્કો મારી દીધો હતો. મેને લાગ્યું કે,તે બારીમાંથી જશે તો પપ્પાને જાણ નહિ થાય પરંતુ પપ્પાએ સીસીટીવીમાં બધું જોઈ લીધું હતુ. અને મારો બધો પ્લાન ફેલ રહ્યો હતો. આટલા માટે પપ્પાએ મને સજા પણ આપી હતી. ત્યારબાદ તમામ ઘરની બારીમાં ગ્રિલ લગાવી દીધી હતી.
View this post on Instagram
જાહ્નવી કપૂરની પર્સનલ લાઈફ
ફિલ્મ ધડક દ્વારા પોતાના કરિયરની શરુઆત કરનારી જાહ્નવી કપૂર અત્યારસુધી તેના નાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તે ટુંક સમયમાં વરુણ ધવનની સાથે સની સંસ્કારી ની તુલસી કુમારીમાં જોવા મળશે. અભિનેત્રીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. પરંતુ હજુ સુધી બંન્ને પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા નથી. પરંતુ હંમેશા બંન્ને હંમેશા સાથે જોવા મળે છે અને પાર્ટી કરતાં પણ જોવા મળે છે.
View this post on Instagram