Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવા

Main Rahoon Ya Na Rahoon Yeh Desh Rehna Chahiye - Atal: ફિલ્મના નિર્માતા ટુંક સમયમાં જ ફિલ્મના અભિનેતા અને નિર્દેશકની જાહેરાત કરશે. ફિલ્મનું શૂટિંગ 2023ની શરુઆત કરશે.

Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવા
અટલ બિહારી બાજપેય પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:19 PM

Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી ભારતના એક અનુકરણીય નેતા, પ્રસિદ્ધ કવિ , લેખક, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઉત્કૃષ્તા વક્તા અને માનવીય રાજનીતિજ્ઞ હતા, દેશના એવા મહાન રાજનેતા અને કવિ પર 2 મોટા મેક્રર્સ બોયોપિક (Biopic) બનાવવા જઈ રહ્યા છે, હવે મોટા પડદા પર અટલ બિહારી વાજપેયીની સ્ટોરી દર્શાવશે. જેની જવાબદારી વિનોદ ભાનુશાળી (Vinod Bhanushali) અને સંદિપ સિંહે ભારતની એ બેસ્ટ સેલિંગ બુકના અધિકાર મેળવ્યા છે, જે અટલ બિહારી વાજપેયી પર લખવામાં આવી છે. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના સહ-સંસ્થાપક અને વરિષ્ઠ નેતા પણ હતા

અહિ જુઓ Atal Bihari Vajpayeeનું ટીઝર

આ ફિલ્મને લઈ વાત કરતા નિર્માતા વિનોદ ભાનુશાળી કહે છે કે, હું મારી આખી જીંદગીમાં અટલજીનો સૌથી મોટો પ્રશંસક રહ્યો છું જન્મજાત નેતા, ઉત્કૃષ્ટ રાજનેતા અને સ્વપ્નદ્રષ્ટા હતા. આપણા રાષ્ટ્ર નિર્માણમાં તેનું યોગદાન અદ્રિતીય છે આ અમારા માટે ખુબ સન્માનની વાત છે કે, ભાનુશાળી સ્ટુડિયો લિમિટેડ તેની વિરાસતને લઈ સિલ્વર સ્ક્રીન પર લઈ આવી રહ્યા છે

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

નિર્માતા સંદીપ સિંહનું માનવું છે કે, અટલ બિહારી વાજપેયીજી ભારતના ઈતિહાસના મહાનતમ નેતાઓમાંથી એક છે, જેમને પોતાના શબ્દોથી દુશ્મનોના દિલ જીત્યા હચા તેમણે સકારાત્મક રુપથી રાષ્ટ્રનું નતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતનું પ્રિન્ટ તૈયાર કર્યું, એક ફિલ્મ નિર્માતા હોવાના કારણે લાગે છે કે, સિનેમા એવી સ્ટોરીઓ પ્રસ્તુત કરવાનું સૌથી સારું માધ્યમ છે. જે માત્ર રાજનૈતિક વિચારધારાઓ પર પ્રકાશ પાડશે નહિ પરંતુ માનવીય અને કાવ્યાત્મક પાસાઓને ઉજાગર કરશે. જેમાં તેમને સૌથી પ્રિય વિપક્ષના નેતા અને સાથે ભારતના સૌથી પ્રગતિશીલ પ્રધાનમંત્રી બનાવ્યા હતા

ફિલ્મ નિર્માતા ટુંક સમયમાં જ ફિલ્મના અભિનેતા નિર્દેશકની જાહેરાત કરશે. ફિલ્મનું શૂંટિગ 2023ની શરુઆતમાં શરુ કરવામાં આવશે. આ ફિલ્મ ભારત રત્ન અટલ બિહાર વાજપેયીની 99મી જયંતી , ક્રિસમિસ 2023ના રોજ રિલીઝ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">