‘ટાઈગર 3’ના સેટ પરથી કેટરિના કૈફના ડાન્સનો વીડિયો થયો લીક, ફેન્સે કહ્યું – માશાઅલ્લાહ 2.0
Tiger 3: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો તેની ફિલ્મ 'ટાઈગર 3'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કૈફ, ઈમરાન હાશ્મી જોવા મળશે. આ સાથે શાહરૂખ ખાન પણ 'ટાઈગર 3'માં કેમિયો કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના સેટ પરથી એક વીડિયો લીક થયો છે.
એક તરફ સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બીજી તરફ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3‘ની રાહ જોઈ રહ્યા છે. ભાઈજાનના ચાહકોને ખાતરી છે કે ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે. જ્યારથી યશ રાજે શાહરુખ ખાનની ‘પઠાણ’માં ટાઈગરની એન્ટ્રી બતાવી ત્યારથી ‘ટાઈગર 3’ ચર્ચાનો ભાગ બની રહી છે. આ દરમિયાન ફિલ્મના સેટ પરથી એક નવો વીડિયો લીક થયો છે.
આ પણ વાંચો : હવે સલમાન ખાન ટ્રોલર્સના નિશાન પર , ટાઈગર 3 નો બહિષ્કાર કરવાની માગ ઉઠી
સલમાન અને કેટરીના સ્ટારર ‘ટાઈગર 3’ પર ચાહકોની નજર છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગે છે. આવી સ્થિતિમાં Reddit પર ‘ટાઈગર 3’નો એક વીડિયો લીક થયો છે. વીડિયોમાં કેટરીના બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે ગીતનું શૂટિંગ કરતી જોઈ શકાય છે. ગીત જોઈને તમને ‘એક થા ટાઈગર’નું પ્રખ્યાત ગીત માશાલ્લાહ યાદ આવી જશે.
Katrina Kaif dance clip from Tiger3 song by u/FondantFun9982 in BollyBlindsNGossip
લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ
વીડિયોમાં જોઈ શકાય છે કે આ નવા ગીતનો સેટ માશાલ્લાહ ગીત સાથે ઘણો મળતો આવે છે. તે જ સમયે કેટરિના કૈફના ડાન્સ મૂવ્સ પણ જોવા મળે છે. જો કે વીડિયોમાં કેટરીનાનો ચહેરો સંપૂર્ણ રીતે દેખાતો નથી. વીડિયો લીક થતાં જ નેટીઝન્સે અનુમાન લગાવ્યું હતું કે, પ્રખ્યાત અરબી ગીત માશાલ્લાહ ટાઇગર ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં ફરી એકવાર સાંભળવામાં આવશે. એક યુઝરે લખ્યું કે, કેટરિના કૈફથી સારો કોમ્બો કોઈ નથી. ડાન્સ નંબર, રાહ નથી જોઈ શકતો!”
શાહરૂખ ખાન પણ જોવા મળશે
તમને જણાવી દઈએ કે, ‘ટાઈગર 3’ના મેકર્સ અને સ્ટાર્સ પાસેથી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ એક યા બીજા વીડિયો લીક થઈ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો લીક થયો હતો જેમાં સલમાન ખાનની સાથે શાહરૂખ ખાન પણ ‘ટાઈગર 3’ના સેટ પર કેપ્ચર થયો હતો. બધા જાણે છે કે પઠાણ એટલે કે શાહરૂખનો કેમિયો પણ ‘ટાઈગર 3’માં જોવા મળશે. જે ચાહકો માટે ડબલ ધમાકાથી ઓછું નહીં હોય.