AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સલમાન ખાન ટ્રોલર્સના નિશાન પર , ટાઈગર 3 નો બહિષ્કાર કરવાની માગ ઉઠી

આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.

હવે સલમાન ખાન ટ્રોલર્સના નિશાન પર , ટાઈગર 3 નો બહિષ્કાર કરવાની માગ ઉઠી
Salman KhanImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 3:04 PM
Share

Tiger 3 : સોશિયલ મીડિયા પર બોલિવુડ ફિલ્મોને બૉયકોટ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. પહેલા લાલ સિંહ ચઢ્ઢા,પઠાણ અને રક્ષાબંધનને બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. હવે બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ને boycott (BoycottTiger3)કરવાની માંગ કરવામાં આવી રહી છે. આમિર ખાન,શાહરુખ ખાન અને અક્ષય કુમાર બાદ હવે સલમાન ખાન સોશિયલ મીડિયા ટ્રોલર્સના નિશાન પર છે. આ boycott ટ્રેંડને જોઈ લાગી રહ્યું છે કે, સોશિયલ મીડિયા યુઝર્સે બોલિવૂડના મોટા કલાકારોની ફિલ્મોને નકારી કાઢી છે.

ટાઈગર 3નો જોરદાર વિરોધ કરી રહ્યા છે યુઝર્સે

boycott ટાઈગર 3 સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યું છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વિરુદ્ધ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે સલમાન ખાનના જુના પોસ્ટને લઈ તેને ટ્રોલ કરી રહ્યા છે.યુઝર્સનું કહેવું છે કે, હવે બોલિવુડના ભાઈજાન બાદશાહ અને પરફેક્શનિસ્ટની રમત પુરી થઈ ગઈ છે.કેટલાક લોકોએ તેના પર લાગેલા આરોપો વિશે પણ કહ્યું છે. જેમાં સલમાન ખાનનું નામ સામે આવ્યું છે, આર્મ્સ એક્ટથી લઈને હરણનો શિકારને લઈ બાયકૉટ ટાઈગર 3 ટ્રેંડ કરી રહ્યું છે.

આ દરમિયાન સલમાન ખાનનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો ઈન્કાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે યુઝર્સ કહી રહ્યા છે કે તેઓ તેને ભૂલી શકતા નથી.

સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આલિયા ભટ્ટ

ઘણા યુઝર્સ સલમાન ખાન વિશે વાંધાજનક ટિપ્પણી પણ કરી રહ્યા છે, માત્ર સલમાન ખાન જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર, સૈફ અલી ખાન અને રિતિક રોશનની વિક્રમ વેધ પણ છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બોલિવૂડ ફિલ્મોના બહિષ્કારની માગ સતત કરવામાં આવી રહી છે. જેની અસર આ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે.

હાલમાં જો સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વિશે વાત કરીએ તો હાલમાં જ આ ફિલ્મનું નાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">