ચંદ્રમુખી બનીને દર્શકોને ડરાવશે કંગના રનૌત, રાઘવ લોર્નેસ સાથે જામશે જોડી, નવી ફિલ્મની થઈ જાહેરાત

Chandramukhi 2: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ટૂંક સમયમાં ચંદ્રમુખી-2માં જોવા મળશે. રાઘવ લોર્નેસની સાથે જોવા મળશે તેમજ કંગના એક ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે અને તે રાજાના દરબારમાં પોતાની નૃત્યની કળા રજૂ કરશે.

ચંદ્રમુખી બનીને દર્શકોને ડરાવશે કંગના રનૌત, રાઘવ લોર્નેસ સાથે જામશે જોડી, નવી ફિલ્મની થઈ જાહેરાત
Kangana Ranaut Chandramukhi 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 8:15 AM

Chandramukhi 2 : બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut દરરોજ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કંગના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ બધાની સામે પોતાનો અભિપ્રાય રાખે છે. કંગના પોતાના નિવેદનોને કારણે વારંવાર વિવાદોમાં ફસાયેલી જોવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર બોલિવૂડની ક્વીન ચર્ચાનો હિસ્સો બની છે. અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

કંગના રનૌત તેની નવી ફિલ્મ ચંદ્રમુખી 2 લઈને આવી રહી છે. લાયકા પ્રોડક્શન હાઉસે આ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રોડક્શન હાઉસે કંગનાની એક તસવીર શેર કરીને ફિલ્મમાં તેનું સ્વાગત કર્યું છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી રજનીકાંતની હોરર-કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ચંદ્રમુખી 2 આ ફિલ્મની સિક્વલ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાજાના દરબારમાં પોતાની રજૂ કરશે નૃત્યની કળા

આ ફિલ્મમાં કંગના રનૌત સાથે રાઘવ લોરેન્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે. અભિનેત્રીના પાત્ર વિશે વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર, કંગના એક ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે અને તે રાજાના દરબારમાં પોતાની નૃત્યની કળા રજૂ કરશે. હાલમાં જ મેકર્સે ફિલ્મની જાહેરાત કરી છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે કંગના સાઉથના સ્ટાર્સ અને ત્યાંની ફિલ્મોમાં ઘણો રસ લેતી હોય તેવું લાગે છે.

જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ કરી હતી

આ ફિલ્મ પહેલા કંગના રનૌતે તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ કરી હતી. જેના માટે તેને દરેકનો ઘણો પ્રેમ મળ્યો. તમને જણાવી દઈએ કે, ટૂંક સમયમાં કંગના તેની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં પણ જોવા મળશે. હાલમાં જ તેણે આ ફિલ્મના મહત્વના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન પણ કંગના પોતે કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">