Bloody Daddy: એક્શન ફિલ્મ ‘બ્લડી ડેડી’નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, શાહિદે ટીઝરને લઈને પણ આપ્યું એક મોટું અપડેટ
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી 'બ્લડી ડેડી'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે શાહિદ (Shahid Kapoor) હવે ફિલ્મના ટીઝરને લઈને એક અપડેટ શેયર કરી છે. શાહિદ કપૂરે લખ્યું, 'બ્લડી ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.'

બોલિવુડના પોપ્યુલર એકટર્સમાંથી એક શાહિદ કપૂર સતત પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફર્જીના થોડા દિવસો પછી જ શાહિદ અને કૃતિ સ્ટારર ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું અને હવે તેના થોડા દિવસો બાદ હવે તેની અપકમિંગ એક્શન ફિલ્મ ‘બ્લડી ડેડી’ના ટીઝર વિશે એક મોટું અપડેટ આવ્યું છે. શાહિદ, જે ફરી એકવાર મોટા પડદા પર પિતાની ભૂમિકામાં જોવા મળશે, શાહિદ આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે અને દરેકને તે એક્શનની ઝલક ટૂંક સમયમાં જોવા મળશે.
ટીઝરને લઈને સામે આવ્યું મોટું અપડેટ
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી ‘બ્લડી ડેડી’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે શાહિદે હવે ફિલ્મના ટીઝરને લઈને એક મોટી અપડેટ શેર કરી છે. એક્ટરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો તેનો ફર્સ્ટ લુકનું પોસ્ટર શેયર કર્યું અને ટીઝરની રિલીઝ ડેટ વિશે પણ અપડેટ આપ્યું છે. શાહિદ કપૂરે લખ્યું, ‘બ્લડી ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.’ શાહિદ કપૂરે આ પોસ્ટમાં ફિલ્મના નિર્દેશકને પણ ટેગ કર્યા છે.
View this post on Instagram
ફિલ્મમાં જોવા મળશે ફુલ ઓન એક્શન
થોડા સમય પહેલા રિલીઝ થયેલા પોસ્ટરમાં શાહિદ કપૂર એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. વિખરાયેલા વાળ અને શર્ટ પર લોહી જોઈને સ્પષ્ટ થાય છે કે એક્ટર ફિલ્મમાં એક્શનથી ભરપૂર પરફોર્મન્સ આપતો જોવા મળશે. આ સાથે પોસ્ટરમાં શાહિદના નાક પર કટ પણ દેખાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે હવે પોસ્ટ પ્રોડક્શનના સ્ટેજમાં છે. ‘બ્લડી ડેડી’માં ઘણા એક્શન સીન છે જે અલીએ તેની પાછલી ફિલ્મ કરતા અલગ રીતે શૂટ કર્યા છે. આ ફિલ્મમાં લોકોને હથિયારો કરતાં હેન્ડ ટૂ હેન્ડ ફાઈટ વધુ જોવા મળશે.
આ પણ વાંચો : અચાનક મુંબઈ મેટ્રોમાં પહોંચી હેમા માલિની, આજુબાજુ એકઠી થઈ ગઈ ભીડ, જુઓ ડ્રીમ ગર્લ’નો Viral Video
આ ફિલ્મની રીમેક છે બ્લડી ડેડી
અલી અબ્બાસ ઝફરની આ નવી ફિલ્મમાં તે અન્ડરકવર કોપના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પોતાના પુત્રને બચાવવા માટે દુશ્મનોનો સામનો કરતા જોવા મળશે. આ ફિલ્મમાં રોનિત રોય અને સંજય કપૂરે વિલનનો રોલ કર્યો છે. ‘બ્લડી ડેડી’ને વર્ષ 2011ની ફ્રેન્ચ ફિલ્મ ‘નિટ બ્લેન્ચ’ (સ્લીપલેસ નાઈટ) ની ઓફિશિયલ રીમેક કહેવામાં આવે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…