AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અચાનક મુંબઈ મેટ્રોમાં પહોંચી હેમા માલિની, આજુબાજુ એકઠી થઈ ગઈ ભીડ, જુઓ ડ્રીમ ગર્લ’નો Viral Video

Hema Malini In Metro: મુંબઈના ટ્રાફિકથી બચવા એક્ટ્રેસ હેમા માલિનીએ (Hema Malini) મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ પછી તે ઓટો લઈને ઘરે પહોંચી. અચાનક હેમા માલિનીને તેમની વચ્ચે બેઠેલી જોઈને ફેન્સ હેરાન થઈ ગયા. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની જર્નીના વીડિયો અને ફોટા શેયર કર્યા છે.

અચાનક મુંબઈ મેટ્રોમાં પહોંચી હેમા માલિની, આજુબાજુ એકઠી થઈ ગઈ ભીડ, જુઓ ડ્રીમ ગર્લ'નો Viral Video
Hema Malini
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 8:54 PM
Share

Hema Malini In Auto: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિની આ દિવસોમાં કાર અને એરોપ્લેન છોડીને મેટ્રો અને ઓટોમાં મુસાફરી કરતી જોવા મળે છે. હેમા માલિનીએ મુંબઈના ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. પોતાના અલગ અંદાજમાં એક્ટ્રેસ એકલી મેટ્રો સ્ટેશન પહોંચી અને પછી મહિલા કોચમાં બેસીને આગળની મુસાફરી કરી. અચાનક હેમા માલિનીને બાજુમાં બેઠેલી જોઈને લોકો વિશ્વાસ કરી શક્યા નહીં. મેટ્રોમાંથી નીચે ઉતરીને હેમા માલિનીએ ઘરે પહોંચવા માટે ઓટો લીધી. હેમા માલિનીએ પોતાની સફરને અદ્ભુત ગણાવતા ફોટા અને વીડિયો શેયર કર્યા છે.

હેમા માલિનીએ ટ્વીટ કર્યું કે કાર દ્વારા મુંબઈના દહિસર પહોંચવામાં 2 કલાક લાગે છે. આ ખૂબ જ ‘કંટાળાજનક’ જર્ની છે. તેથી મેં કારને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. હું અડધા કલાકમાં જ પહોંચી ગયો. સરસ સફર હતી, મજા આવી’

હેમા માલિનીએ મેટ્રોમાં કરી મુસાફરી

હેમા માલિનીએ પોતાની સફરના ઘણા વીડિયો અને ફોટો શેયર કર્યા છે. જેમાં તે એસ્કેલેટર પર ચડતી અને મેટ્રો સ્ટેશન પર રાહ જોતી જોવા મળે છે. હેમા માલિનીએ કેરેટ કલરનું શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે. હેમા માલિની સાથે ફેન્સે ફોટા અને વીડિયો જોરદાર શૂટ કર્યા.

ડ્રીમ ગર્લે કરી ઓટો રાઈડ

મેટ્રોમાંથી નીચે ઉતર્યા બાદ હેમા માલિનીએ ઓટોમાં સવારી કરી. હેમા માલિનીએ ઓટોની અંદર બેસીને એક વીડિયો શૂટ કર્યો અને તેને ટ્વિટ કર્યો છે. હેમા માલિનીને આવી રીતે અચાનાક પબ્લિક પ્લેસ પર જોઈને લોકો હેરાન થઈ ગયા હતા.

આ પણ વાંચો : Viral Video: રસ્તા પર બોટલ ફેંકવાથી લઈ એક્સ બોયફ્રેન્ડે પકડેલી સુષ્મિતા સેનની બેગને લઈ ટ્રોલ થઈ એક્ટ્રેસ, જુઓ વીડિયો

બીજેપી સાંસદ અને શાનદાર એક્ટ્રેસ હેમા માલિનીને મળવું ફેન્સ માટે સપનાથી ઓછું ન હતું. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા પર હેમા માલિનીના વખાણ થઈ રહ્યા છે. ડ્રીમ ગર્લની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">