Viral Video: એક જ દિલ છે, કેટલી વાર જીતીશો! વ્હીલચેર પર બેઠેલા KKR ફેનને ખાસ અંદાજમાં મળ્યો શાહરુખ ખાન

આઈપીએલ 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા ખાતે મેચ રમાઈ હતી, જેમાં કેકેઆર એ આરસીબીને 81 રને હરાવીને મોટી જીત મેળવી હતી.

Viral Video: એક જ દિલ છે, કેટલી વાર જીતીશો! વ્હીલચેર પર બેઠેલા KKR ફેનને ખાસ અંદાજમાં મળ્યો શાહરુખ ખાન
shah rukh khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 10:00 PM

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ પોતાની ટીમ કેકેઆરને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યારે તેની ટીમે આ સિઝનમાં તેની પહેલી જીત નોંધાવી હતી, ત્યારે કિંગ ખાને પણ કોહલી અને કેકેઆરના જબર ચાહકોને મળીને લોકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેકેઆરની આ જીત બાદ એક જોરદાર ફેન્સ એસઆરકેની રાહ જોઈ રહ્યો હતો. આ ફેનનું નામ હર્ષુલ ગોએન્કા હતું. કેકેઆરએ વ્હીલચેર પર બેઠેલા ફેનનું પ્રેમથી સ્વાગત કર્યું.

આ બીજી વખત છે જ્યારે કિંગ ખાન હર્ષુલને મળ્યો હતો, કારણ કે તે વર્ષ 2018માં પહેલી વખત કેકેઆર વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને મળ્યો હતો. શાહરૂખે હર્ષુલને ટીમની જર્સી પણ આપી, આ વીડિયો પણ વાયરલ થયો હતો. શાહરૂખની આ ઉદારતા લોકોના દિલને સ્પર્શી ગઈ.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

અહીં જુઓ વાયરલ વીડિયો

કોણ છે હર્ષુલ ગોયનકા?

28 વર્ષીય હર્ષુલ ગોયનકા સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીથી પીડિત છે. તે કોલકાતાના બાલીગંજનો રહેવાસી છે. હર્ષુલ 2014થી ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆરની મેચોમાં ભાગ લઈ રહ્યો છે. તેની માતા રજની ગોયનકા અને સાથીદારો સંતોષ મિશ્રા અને સંજય રામ મેચ જોવા ઈડન આવે છે.

હર્ષુલને બે વખતની આઈપીએલ વિજેતા કેકેઆરનો ફેન માનવામાં આવે છે. હર્ષુલે તેના સહાયકોની મદદથી વર્ષ 2013માં આઈટીસી સોનાર બંગલોમાં સચિન તેંડુલકર સાથે થોડો સમય ક્રિકેટની મજા માણી હતી. તે દરમિયાન માસ્ટર બ્લાસ્ટરે તેને તેનું એક બેટ પણ ભેટમાં આપ્યું હતું.

આ પણ વાંચો : સલમાન ખાને 35 વર્ષ પહેલા આ રીતે આપ્યો હતો ‘મૈંને પ્યાર કિયા માટે સ્ક્રીન ટેસ્ટ, જુઓ ઓડિશનનો Viral Video

કિંગ ખાન અને કિંગ કોહલીનો વીડિયો પણ થયો હતો વાયરલ

મેચ પછી શાહરૂખ ખાન અને વિરાટ કોહલીની ખાસ પળો શેર કરી. કિંગ ખાન કોહલી પાસે ગયો અને તેને ગળે લગાવ્યો. આ પછી એસઆરકેએ કિંગ કોહલીને ‘ઝૂમે જો પઠાણ’ના સ્ટેપ પણ શીખવ્યા હતા. બંને કિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">