સલમાન ખાને 35 વર્ષ પહેલા આ રીતે આપ્યો હતો ‘મૈંને પ્યાર કિયા માટે સ્ક્રીન ટેસ્ટ, જુઓ ઓડિશનનો Viral Video

Maine Pyar Kiya: ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' માટે સલમાન ખાનના સ્ક્રિનિંગ ટેસ્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઘણો જૂનો છે. પરંતુ આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાને 35 વર્ષ પહેલા આ રીતે આપ્યો હતો 'મૈંને પ્યાર કિયા માટે સ્ક્રીન ટેસ્ટ, જુઓ ઓડિશનનો Viral Video
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 9:13 PM

બોલિવુડ એક્ટર સલમાન ખાનને આજે ઈન્ડસ્ટ્રીનો દબંગ સ્ટાર કહેવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનની ફિલ્મમાં ધૂમ મચાવે છે અને એક્ટર કરોડો દિલો પર રાજ કરે છે. પરંતુ સલમાને પોતાની મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે. સલમાન ખાન આજકાલ તેની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી જાન અને ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટરનો એક જુનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફિલ્મ માટે ઓડિશન આપતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાને ફિલ્મ મૈંને પ્યાર કિયાથી ઈન્ડસ્ટ્રીમાં બનાવી પોતાની ખાસ ઓળખ

સલમાન ખાને બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ બીવી હો તો ઐસીથી કરી હતી. આ ફિલ્મમાં રેખા અને ફારૂક શેખ લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ બોલિવુડ એક્ટર સલમાને ફિલ્મ મૈંને પ્યાર કિયાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ મૈંને પ્યાર કિયા સલમાનના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ હતી.

અહીં જુઓ વાયરલ વીડિયો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ જુનો વીડિયો સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ઓડિશન દરમિયાનનો છે. આ વીડિયોની શરૂઆતમાં જ જોવા મળે છે કે પ્રેમનો પહેલો સ્ક્રીન ટેસ્ટ ડિસેમ્બર 1987નો છે… આ પછી એક્શન બોલતી વખતે, હાથમાં ગિટાર પકડીને બ્લૂ ટી-શર્ટમાં બેસીને સલમાન પોતાનો ડાયલોગ બોલવાનું શરૂ કરે છે. વીડિયોમાં સલમાન ફિલ્મનો એક ડાયલોગ બોલતો જોવા મળે છે.

આ પણ વાંચો : ટેમ્પોમાં મુસાફરી કરતા હતા મિથુન ચક્રવર્તી, અમિતાભે જોઈને રોકી ગાડી, પૂછ્યું – કાર ખરાબ થઈ ગઈ છે કે શું? અને પછી..

તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં બોલિવુડ એક્ટર સલમાન ખાન ખૂબ જ યંગ જોવા મળી રહ્યો છે અને તેના ફેસની માસૂમિયત જોઈને કોઈપણ છોકરી તેને દિલ આપી શકે છે. મૈંને પ્યાર કિયા ફિલ્મ માટે સલમાન ખાનના સ્ક્રીનિંગ ટેસ્ટનો આ વીડિયો છે. આ વીડિયો લગભગ 35 વર્ષ જૂનો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">