ટેમ્પોમાં મુસાફરી કરતા હતા મિથુન ચક્રવર્તી, અમિતાભે જોઈને રોકી ગાડી, પૂછ્યું – કાર ખરાબ થઈ ગઈ છે કે શું? અને પછી..
મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ઈન્ડસ્ટ્રીના તે સ્ટાર્સમાંથી એક છે, જેમણે પોતાના જીવનમાં ઘણું સ્ટ્રગલ જોયું છે. તે એક ગરીબ પરિવારમાંથી ટોલીવુડમાં પ્રવેશ્યો અને પછી બોલિવૂડ સ્ટાર બન્યો. હવે તેમના પુત્ર નમાશીએ પણ તેના સ્ટ્રગલના દિવસો સાથે જોડાયેલ એક કિસ્સો સંભળાવ્યો છે.
મિથુન ચક્રવર્તી એવા કેટલાક એક્ટર્સમાંથી એક છે જેમને તેમની પહેલી ફિલ્મ ‘મૃગયા’ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. પરંતુ આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી અને મિથુન ચક્રવર્તીના કામના વખાણ પણ થયા, પરંતુ આ ફિલ્મ તેને વધારે ઓળખ અપાવી શકી નહીં. ‘ડિસ્કો ડાન્સર’ તરીકે ફેમસ મિથુન તે સમયે સ્ટાર ન હતો અને આ દરમિયાન અમિતાભ બચ્ચને તેને પ્રોડક્શન ક્રૂ સાથે ટેમ્પોમાં મુસાફરી કરતા જોયો હતો. મિથુન ચક્રવર્તીને જોઈને બિગ બીએ તેમની કાર રોકી અને તેમને લિફ્ટ ઓફર કરી. શું છે આ આખી સ્ટોરી, જાણો.
મિથુનના પુત્ર નમાશી, જે ટૂંક સમયમાં ‘બેડ બોય’ સાથે તેની ફિલ્મમાં ડેબ્યુ કરશે, તેને મીડિયા સાથેની વાતચીતમાં મિથુન ચક્રવર્તીના ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક કિસ્સો શેયર કર્યો. તેને જણાવ્યું કે મૃગયાની સફળતા બાદ તેના પિતા એટલે કે મિથુન ચક્રવર્તીને રાજશ્રી પ્રોડક્શનની ‘તરાના’ ફિલ્મ માટે સાઈન કર્યો હતો. આ ફિલ્મમાં તેની રંજીતા કૌર સાથે પેયર કરવામાં આવી હતી.
નેશનલ એવોર્ડ બાદ પણ મિથુનને માનવામાં આવતો હતો ન્યૂકમર
જ્યારે મિથુને ફિલ્મ સાઈન કરી ત્યારે રંજીતા સ્ટાર હતી. આવામાં એક્ટ્રેસની સુવિધા માટે પ્રોડક્શને તેને એક કાર અને વેનિટી વેન આપી હતી, પરંતુ મિથુનને આ સુવિધાઓ આપવામાં આવી ન હતી, કારણ કે તેની સાથે હજુ પણ ન્યૂકમરની જેમ વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. નમાશીએ કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ શિમલામાં થઈ રહ્યું હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ ત્યાં મિસ્ટર નટવરલાલનું શૂટિંગ કરી રહ્યા હતા. પછી તેને મિથુનને ટેમ્પોમાં જતો જોયો.
નમાશીએ કહ્યું છે કે ‘તેમને મારા પિતાને પ્રોડક્શનના લોકો અને ક્રૂ સાથે ટેમ્પોમાં બેઠેલા જોયા. તેમને જોઈને બિગ બીએ પોતાની કાર રોકીને પૂછ્યું- ‘આપ મિથુન હો ના, મૃગયા વાલે? તુમ વહી એક્ટર હો?’ જવાબમાં મારા પિતાએ કહ્યું- હા, બચ્ચન સાહેબ. તેના પર બિગ બી પૂછે છે- શું તમારી કાર ખરાબ થઈ ગઈ છે, જેથી તમે ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા છો. પરંતુ ત્યારે તેઓ હેરાન થઈ ગયા, જ્યારે પિતાએ કહ્યું કે મારી પાસે કાર નથી.
અમિતાભ બચ્ચને મિથુન ચક્રવર્તીને આપી લિફ્ટ
નમાશીએ વધુમાં કહ્યું કે ‘મિસ્ટર બચ્ચનના મનમાં વિચાર આવ્યો, તેમણે કહ્યું આવો મારી કારમાં બેસી જાવો, તમને તમારી લોકેશન પર ડ્રોપ કરીશ. આ એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માટે એક સુંદર પળ રહી હશે. તે દિવસથી આજ સુધી બંનેની મિત્રતા કાયમ છે. બંનેની મિત્રતાને 45 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…