અર્જુન કપુરે મલાઈકા અરોરા સાથે બ્રેક પર મૌન તોડ્યું, કહ્યું હું સિંગલ છું
વર્ષ 20216થી મલાઈકા અરોરા અને અર્જુન કપુર એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ આ વર્ષે બન્નેના બ્રેકઅપના સમાચારની ચર્ચા થઈ રહી છે. હવે અર્જુન કપૂરે તેમના આ સંબંધો પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, તે હવે સિંગલ છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચારની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી થઈ રહી હતી. હવે આના પર ખુદ અભિનેતાએ આ વિશે ખુલ્લીને વાત કરી છે. તેમણે એક ઈવેન્ટમાં પોતાને સિંગલ બતાવતા કહ્યું કે, રિલેક્સ કરો, હાલમાં પોતાની ફિલ્મ સિંધમ અગેનના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ 1 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
મલાઈકા સાથે રિલેશનશિપ
અર્જુન કપુરે મલાઈકા અરોરા સાથે બ્રેક પર મૌન તોડ્યું છે.હાલમાં અર્જુન કપુર રાજ ઠાકરેની દિવાળીની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન મલાઈકા વિશે પુછવામાં આવ્યું તો અર્જુને સ્માઈલ કરતા આના પર જવાબ આપ્યો કે નહિ. હજુ હું સિંગલ છું. અર્જુનના આ નિવેદનથી સ્પષ્ટ છે કે, અર્જુન કપૂર મલાઈકા સાથે રિલેશનશિપમાં નથી. બંન્ને અલગ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
છેલ્લા કેટલાક દિવસથી મલાઈકા અને અર્જુન સાથે જોવા મળી રહ્યા નથી. ત્યારેથી બંન્નેના બ્રેકઅપની ચર્ચા થઈ રહી છે, ગત્ત મહિને મલાઈકાના પિતાનું મૃત્યું થયું ત્યારે અર્જૂન કપુર આ મુશ્કિલ પરિસ્થિતમાં મલાઈકા અને તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો.મલાઈકા સાથે તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેનો પરિવાર પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram
9 વર્ષ બાદ અર્જુને ખુલાસો કર્યો
મલાઈકા અને અરબાઝ ખાને વર્ષ1998માં લગ્ન કર્યા હતા. બંન્ને એક કોફીની જાહેરાતમાં મળ્યા હતા. વર્ષ 2016માં તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંન્નેને એક દિકરો પણ છે. જેનું નામ અરહાન છે.વર્ષ 2016થી મલાઈકા અર્જુન કપુર રિલેશનશિપમાં હતા. આ વર્ષ બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. હવે અંદાજે 9 વર્ષ બાદ અર્જુને આના પર જાહેરમાં ખુલ્લીને વાત કરી છે.
