વિરાટ સાથે ટૂંક સમયમાં નવું બેન્ડ શરૂ કરશે અનુષ્કા શર્મા, ટ્વિનિંગ ફોટો કર્યો શેર

અનુષ્કા શર્મા (Anushka Sharma) ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. તે પોતાની ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ' માટે ઈંગ્લેન્ડમાં ક્રિકેટની ટ્રેનિંગ લેશે.

વિરાટ સાથે ટૂંક સમયમાં નવું બેન્ડ શરૂ કરશે અનુષ્કા શર્મા, ટ્વિનિંગ ફોટો કર્યો શેર
Virat-and-Anushka
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 04, 2022 | 6:53 PM

બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) હવે ટૂંક સમયમાં નવા અવતારમાં જોવા મળવાના છે. બંને હવે અલગ અંદાજમાં જોવા મળશે. ક્રિકેટની પીચ પર પોતાના બેટથી ધૂમ મચાવનાર વિરાટ કોહલી હવે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે બેન્ડ બનાવશે. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આ વિશે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં બંને ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

અનુષ્કા શર્મા કરશે બેન્ડની શરૂઆત

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ગાઢ બોન્ડિંગ જોવા મળે છે. આ દિવસોમાં અનુષ્કા શર્મા ઘણી ખુશ દેખાઈ રહી છે. ટૂંક સમયમાં તે તેની નવી સફર શરૂ કરશે. અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે એક બેન્ડ તૈયાર કરવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જાહેરાત કરી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ અનુષ્કાએ વિરાટ કોહલી સાથેની તસવીર પોસ્ટ કરતા કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું- ‘તે હંમેશા એક ક્યૂટ બોય સાથે બેન્ડ બનાવવા માંગતી હતી.’ તસવીરમાં બંને સેલેબ્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

જુઓ પોસ્ટ

મસ્તીના મૂડમાં જોવા મળ્યા બંને

આ ફોટોમાં વિરાટ અને અનુષ્કા મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે. બંનેએ લગભગ એકજેવા જ આઉટફિટ પહેર્યા છે. તસવીરમાં વિરાટ અને અનુષ્કાના જેકેટ એકસરખા દેખાઈ રહ્યા છે. બંનેએ સ્કાય બ્લુ કલરનું જેકેટ પહેર્યું છે. ફેન્સ પણ તેના નવા વેંચરને લઈને એક્સાઈટેડ છે. તેની પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે.

ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવશે. પોતાની ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ માટે તે ઈંગ્લેન્ડમાં ક્રિકેટની ટ્રેનિંગ લેશે. અનુષ્કા આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. અનુષ્કા શર્માની ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ 2 ફેબ્રુઆરી 2023ના રોજ રીલિઝ થઈ શકે છે. ફિલ્મનું ટીઝર બહાર આવ્યા બાદ અનુષ્કાને તેના લુકને કારણે ઘણી નેગેટિવ કોમેન્ટ મળી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati