અમિતાભ બચ્ચને ફેસબુક પર એવું કંઈક લખ્યું કે એક યુઝરે કહ્યું – ‘અરે, અમે કંટાળી ગયા છીએ આ માણસથી’

અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખૂબ સક્રિય છે. જેના કારણે ઘણીવાર બિગ બીને ટ્રોલનો સામનો કરવો પડે છે. એક વાર ફરી તેમની પોસ્ટને લઈને બિગ બી ચર્ચામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચને ફેસબુક પર એવું કંઈક લખ્યું કે એક યુઝરે કહ્યું - 'અરે, અમે કંટાળી ગયા છીએ આ માણસથી'
Amitabh Bachchan wrote something on his Facebook and users tried to troll

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh bachchan) લાંબા સમયથી પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ અમિતાભ બચ્ચનના ઘણા ફેન્સ છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં અમિતાભે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે, જેના બાદ તેઓ હેડલાઇન્સમાં આવ્યા છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અમિતાભ ફેન્સ માટે લગભગ દરરોજ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરતા રહે છે, પરંતુ ઘણી વખત બિગ બીને આ કારણોસર ટ્રોલિંગનો (Trolling) પણ સામનો કરવો પડ્યો છે.

અમિતાભે પોસ્ટ શેર કરી

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ફેસબુક (Facebook) પર એક પોસ્ટ શેર કરી છે, જે બાદ તેઓ યુઝર્સના નિશાના પર આવી ગયા છે. અમિતાભે પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેમના બે ફોટા શેર કર્યા છે, આ બંને ફોટામાં તેઓ અલગ અલગ રીતે ફોન પર વાત કરતા જોવા મળે છે.

અમિતાભ બચ્ચનના આ ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ છે. આવી સ્થિતિમાં, આ ફોટા શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું છે કે તે, ‘ફોન પર પૂછતો હતો કે અહીં શું લખવું જોઈએ’. આ પોસ્ટ ફેન્સને પસંદ આવી રહી છે. તો કેટલાક યુઝર્સને ફરી બિગ બીને ટ્રોલ કરવાનો ચાન્સ મળી ગયો છે.

ટ્રોલ થયા બચ્ચન

એક યુઝરે લખ્યું છે કે હું આ માણસથી કંટાળી ગયો છું, જ્યારે એકએ લખ્યું છે કે જયા બચ્ચન જીને પૂછો. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે બચ્ચન જી તમે ફોન કરીને પૂછતા કે ‘કોરોનાના કાળમાં જ્યારે મેં થાળી વગાડી ત્યારે તેનો અર્થ શું થાય છે. અને હા તમે સસ્તું પેટ્રોલ ભરાવી રહ્યા છો કે નહીં?’

Amitabh Bachchan wrote something on his Facebook and users tried to troll

Trolls on Amitabh Bachchan’s Post

આ પહેલીવાર નથી કે અમિતાભ બચ્ચનને આ રીતે ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. ખાસ કરીને પેટ્રોલના ભાવ પર તેમની જૂની ટ્વીટને લઈને લોકો ખુબ ટ્રોલ કરતા હોય છે. ખાસ વાત એ છે કે અમિતાભ કોઈ પણ ટ્રોલરને જવાબ આપતા નથી. અમિતાભ ટૂંક સમયમાં ઘણી ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે કૌન બનેગા કરોડપતિ દ્વારા ટૂંક સમયમાં ફરી ફેન્સને મળવા માટે પણ તૈયાર છે.

 

આ પણ વાંચો: Breaking: રાજ કુન્દ્રા કેસમાં શર્લિન ચોપરાને મળ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

આ પણ વાંચો: Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati