Alia Bhatt Debut Film : 23 વર્ષ પહેલા જ આલિયા ભટ્ટે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, અક્ષય કુમારની ફિલ્મમાં ભજવી હતી ભૂમિકા
Alia Bhatt First Movie : એવું કહેવાય છે કે બાળકના લક્ષણો પારણામાંથી ખબર પડી જાય છે. આવું જ કંઈક આલિયા ભટ્ટ સાથે થયું. આલિયાને બાળપણથી જ અભિનયની આવડત હતી. માત્ર 6 વર્ષની ઉંમરે આલિયાએ અક્ષય કુમારની ફિલ્મ 'સંઘર્ષ'થી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો.
Alia Bhatt Debut Film : એક્ટ્રેસ આલિયા ભટ્ટ જે તેની મજબૂત એક્ટિંગ, ક્યૂટ ફેસ અને અદ્ભુત સેન્સ ઑફ હ્યુમર માટે જાણીતી છે, તેને આજે કોઈ પરિચયની જરૂર નથી. આલિયાએ પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. મોટાભાગના લોકો જાણે છે કે આલિયાએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તે ખોટું છે. વાસ્તવમાં આલિયા ભટ્ટે 23 વર્ષ પહેલા બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી હતી. આવો જાણીએ આ ફિલ્મ કઈ હતી અને આલિયાનો રોલ કેવો હતો.
આલિયા ભટ્ટ 6 વર્ષેની હતી ત્યારે બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
બહુ ઓછા લોકો જાણે છે કે આલિયાએ 1999માં અક્ષય કુમારની ફિલ્મ સંઘર્ષમાં કામ કર્યું હતું. આ સમયે આલિયા માત્ર 6 વર્ષની હતી. આલિયાએ ફિલ્મ ‘સંઘર્ષ’માં પ્રીતિ ઝિન્ટાના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયાનો રોલ ઘણો નાનો હતો, પરંતુ તેણે પોતાની માસૂમિયત અને અભિનયથી દરેકના દિલ પર છાપ છોડી દીધી હતી.
આલિયા બાળપણથી જ એક્ટર બનવા માંગતી હતી
આલિયા ભટ્ટને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. આલિયા જ્યારે માત્ર 2 વર્ષની હતી ત્યારે તેણે એક્ટિંગ શરૂ કરી હતી. તે લોકોની ખૂબ નકલ કરતી હતી. ફિલ્મી બેકગ્રાઉન્ડની હોવાને કારણે આલિયાને એક્ટિંગ પ્રત્યે ઘણો લગાવ હતો. આલિયા બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવા માટે પાગલ હતી.
કરણ જોહરની ફિલ્મમાં લીડ રોલ મળ્યો હતો
જો કે આલિયા જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે તે એકદમ જાડી હતી. તેને જોઈને લાગતું ન હતું કે તે એક્ટિંગની દુનિયામાં ફિટ થઈ જશે. આલિયાએ માત્ર 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં આલિયાએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ગ્લેમરસ દેખાવા માટે આલિયાએ ઘણી મહેનત કરી હતી. આલિયાએ લગભગ 19-20 કિલો વજન ઘટાડ્યું હતું. આલિયાના ટ્રાન્સફોર્મેશનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.