રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા પોસ્ટપોન, જાણો શું છે કારણ ?

આલિયા અને રણબીર કપૂર પોતપોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ સાથે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે અને તેની તૈયારી અને ગોઠવણમાં ઘણો સમય લાગશે, તેથી હવે બંને આવતા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા પોસ્ટપોન, જાણો શું છે કારણ ?
Alia Bhatt and Ranbir Kapoor

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જો કે હજુ સુધી બંનેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ હવે નવા અહેવાલો અનુસાર, બંનેએ તેમના લગ્ન મુલતવી રાખ્યા છે.

અહેવાલ મુજબ, આલિયા અને રણબીર કપૂર પોતપોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ સાથે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે અને તેની તૈયારી અને ગોઠવણમાં ઘણો સમય લાગશે, તેથી હવે બંને આવતા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

એવા પણ સમાચાર છે કે લગ્ન પહેલા કે પછી આલિયા અને રણબીર સાથે વેકેશન પર જઈ શકે છે. હવે આ સમાચાર કેટલા સાચા છે ? તે તો આવનારા સમયમાં જ ખબર પડશે કારણ કે અગાઉ એવી ખબર આવી હતી કે આલિયા અને રણબીર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઇને તારીખ લંબાવી રહ્યા છે.

વાસ્તવમાં, વિકી અને કેટરીના ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે અને તેઓએ તેમના મિત્રોના લગ્નમાં હાજરી આપવા માટે તેમના લગ્ન મુલતવી રાખ્યા છે.

રણબીર અને આલિયાના લગ્નની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી રાહ જોવી પડશે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર પોતાના સંબંધો કોઈથી છુપાવતા નથી. બંને ખુલ્લેઆમ સાથે હેંગઆઉટ કરે છે, એકબીજા વિશે વાત કરે છે. આલિયા સોશિયલ મીડિયા પર રણબીર સાથેના ફોટા શેર કરતી રહે છે. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના ફોનનું સ્ક્રીનસેવર શું છે તો એક્ટ્રેસે તેનો ફોન બતાવ્યો જેમાં તેનો અને રણબીરનો ફોટો હતો.

તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીરે કહ્યું હતું કે જો કોવિડ ન આવ્યો હોત તો તે આલિયા સાથે લગ્ન કરી લેત. પરંતુ હવે બંને વાતાવરણ શાંત થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ મુક્તપણે આનંદ માણી શકે.

રણબીર અને આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ RRR, ગંગુબાઈ કાઠિયાવાડી, રોકી ઔર રાનીકી લવસ્ટોરીમાં જોવા મળશે.

જ્યારે રણબીર ફિલ્મ એનિમલમાં જોવા મળશે. આ સિવાય તે લવ રંજનની આગામી ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે, જેનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો –

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં ઉછાળા વચ્ચે સતત 26માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રખાયા

આ પણ વાંચો –  Bank Holidays in December 2021 : ડિસેમ્બરના 31માથી 12 દિવસ તો બેંક રહેશે બંધ, જાણો કયા દિવસે બેંક રહેશે ચાલુ અને બંધ ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati