સસ્પેન્સ અને જોરદાર એક્શનથી ભરપૂર છે અજય દેવગનની ફિલ્મ Bholaa નું ટીઝર

Bholaa Teaser: અજય દેવગન (Ajay Devgn) ફરી એકવાર ભોલામાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું જોરદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 30 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.

સસ્પેન્સ અને જોરદાર એક્શનથી ભરપૂર છે અજય દેવગનની ફિલ્મ Bholaa નું ટીઝર
bholaa
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 22, 2022 | 6:28 PM

Ajay Devgn Bhola Teaser: અજય દેવગને તેની અપકમિંગ ફિલ્મ ‘ભોલા‘નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં અજય દેવગન ખૂબ જ ખતરનાક રોલમાં જોવા મળી રહ્યો છે. ટીઝર સસ્પેન્સથી ભરપૂર છે. આ ફિલ્મમાં અજય દેવગનના એક્શનની ઝલક જોવા મળી છે, પરંતુ તે કેવા પ્રકારની વાર્તા હશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ ટીઝર એકદમ પાવરફુલ લાગે છે.

અજય દેવગન આ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર અજય સાથે તબ્બુ જોવા મળશે. આ નવમી વખત છે જ્યારે બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ભોલા એ 2019ની તમિલ ફિલ્મ કૈતીની હિન્દી રિમેક છે. કૈતીમાં એક્ટર કાર્તિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. દ્રશ્યમ 2ને સફળતા મળી છે. એક્ટરે આ ટીઝર રિલીઝ કર્યું છે.

ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?

ટીઝરની શરૂઆત અનાથાશ્રમથી થાય છે. અનાથાશ્રમમાં એક બાળકી છે, જેને કોઈ મળવા જઈ રહ્યું છે. આ પછી બતાવવામાં આવી રહ્યું છે કે અજય દેવગન જેલમાંથી મુક્ત થઈ રહ્યો છે. ફિલ્મમાં અજય દેવગન કેવું પાત્ર ભજવી રહ્યો છે તે બેકગ્રાઉન્ડમાંથી આવતા અવાજ પરથી સમજી શકાય છે. અજય ફિલ્મમાં શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરતો જોવા મળે છે. તેને રાખ લગાવતો પણ બતાવવામાં આવ્યો છે અને અંતે તે જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે.

ક્યારે થશે રિલીઝ?

નિર્દેશનની સાથે સાથે આ ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 30 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. તે 3Dમાં પણ રિલીઝ થશે. ટીઝરને શેયર કરતા અજય દેવગને લખ્યું છે કે, “કોણ છે તે… જે જાણે છે, તે પોતે ગાયબ છે.”

તમને જણાવી દઈએ કે અજય દેવગનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે પહેલા ચાર દિવસમાં જ 76.01 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા વીકેન્ડમાં જ 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી સોમવારે પણ 11.87 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની નજર 100 કરોડના ક્લબમાં સામેલ થવા પર છે.

અહીં જુઓ ટીઝર…


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati