AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાર્તિક આર્યનના બર્થડે પર ફેન્સને મળી ગિફ્ટ, ‘શહેજાદા’નું એક્શન પેક્ડ ટીઝર થયું રિલીઝ

Kartik Aaryan Shehzada Teaser Out: કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ શહેજાદાનું ટીઝર તેના બર્થડેના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં કૃતિ સેનન પણ જોવા મળી રહી છે.

કાર્તિક આર્યનના બર્થડે પર ફેન્સને મળી ગિફ્ટ, 'શહેજાદા'નું એક્શન પેક્ડ ટીઝર થયું રિલીઝ
SHEHZADA
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 5:02 PM
Share

એક્ટર કાર્તિક આર્યન અને કૃતિ સેનનની મચ અવેટેડ ફિલ્મ ‘શહેજાદા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. કાર્તિકના જન્મદિવસના અવસર પર ફિલ્મમેકર્સે એક્ટરના ફેન્સને ટીઝર ગિફ્ટ આપી છે. ટીઝર પણ ધમાકેદાર છે અને તેમાં કાર્તિક આર્યન જોરદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. યુટ્યુબ પર રિલીઝ થયાના થોડા જ સમયમાં ટીઝરને 5 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.

કેવું છે ફિલ્મનું ટીઝર?

ફિલ્મ શહેજાદાનું ટીઝર કાર્તિક આર્યનના બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું છે. આવામાં તેના ફેન્સ માટે આ સૌથી મોટી ગિફ્ટ છે. ટીઝર પણ ખૂબ જ ધમાકેદાર છે. પહેલીવાર કાર્તિક આર્યન આ રીતે એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. તેના ફાઈટ સીન્સ જબરદસ્ત છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ બંટૂ હશે. ટીઝરની શરૂઆત કાર્તિકના ડાયલોગથી થાય છે. તે કહે છે, “જ્યારે વાત પરિવાર પર આવે તો ચર્ચા નથી કરતા, એક્શન કરીયે છીએ. ટીઝરમાં કૃતિ સેનનની એક ઝલક પણ બતાવવામાં આવી છે. તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.

કાર્તિક આર્યને શેયર કર્યું ટીઝર

કાર્તિક આર્યને ફિલ્મનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યું છે. ટીઝર શેયર કરતાં તેને લખ્યું, “જબ બાત ફેમિલી પે આયે તો ડિસ્કશન નહીં કરતે હૈ…એક્શન કરતે હૈ!! આપકે શહેઝાદે કી ઓર સે બર્થડે ગિફ્ટ.”

રોહિત ધવન કરી રહ્યો છે નિર્દેશન

શેહઝાદાનું નિર્દેશન ડેવિડ ધવનના પુત્ર અને વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલા તેને 2016માં ઢિશૂમ અને 2011માં દેશી બોયઝનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક અને કૃતિ ઉપરાંત મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડકર જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મમાં પ્રિતમે સંગીત આપ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરનો કાર્તિક આર્યન આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કાર્તિકે પોતાના પરિવારના સભ્યોથી છુપાઈને ફિલ્મો માટે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું. કાર્તિકે નવી મુંબઈની એક કોલેજમાં એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન લીધું, પરંતુ ત્યાંથી તેને ફિલ્મોમાં આવવાનો પ્રયાસ શરૂ કર્યો.

g clip-path="url(#clip0_868_265)">