Vash Remake: ગુજરાતી ફિલ્મ ‘વશ’ની બનશે હિન્દી રિમેક, જોવા મળશે અજય દેવગન અને આર માધવન

Vash Remake: અજય દેવગન (Ajay Devgn) અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તેઓ ગુજરાતી ફિલ્મ વશની રિમેકમાં સાથે જોવા મળવાના છે. તે ટૂંક સમયમાં જૂનમાં તેનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન ક્વીન ડિરેક્ટર વિકાસ બહલ કરશે.

Vash Remake: ગુજરાતી ફિલ્મ 'વશ'ની બનશે હિન્દી રિમેક, જોવા મળશે અજય દેવગન અને આર માધવન
Ajay Devgn -R Madhavan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:14 PM

Vash Remake: ફેબ્રુઆરી 2023માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરનાર ગુજરાતી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ વશની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. તેમાં અજય દેવગન (Ajay Devgn) લીડ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મનું નિર્દેશન ક્વીન અને સુપર 30ના નિર્દેશક વિકાસ બહલ કરશે. આ વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે કે આર માધવન પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. નિર્માતા કુમાર મંગત હાલમાં લંડનમાં છે અને શૂટિંગ લોકેશન્સ શોધી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મ વશની રિમેકનું શૂટિંગ આ વર્ષે જૂન સુધીમાં શરૂ થશે. લંડન સિવાય મુંબઈ અને મસૂરીમાં પણ તેનું શૂટિંગ થશે.

ફિલ્મ વશની હિન્દી રીમેકનું શૂટિંગ નોન-સ્ટોપ બેક ટુ બેક કરવામાં આવશે અને તે માત્ર 45 દિવસમાં પૂર્ણ થશે. કઈ અભિનેત્રી લીડ રોલ કરશે તેના પર હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વિકાસ બહલ, અજય દેવગન અને કુમાર મંગતે કેટલીક એક્ટ્રેસના નામ શોર્ટલિસ્ટ કર્યા છે. આ ફિલ્મનું નિર્માણ પેનોરમા સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવશે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

જાદુની જાળ ફસાયેલો પરિવાર

વશ ફિલ્મની વિશે વાત કરીએ તો તેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ અને આર્યન સંઘવી લીડ રોલમાં હતા. આ ફિલ્મની સ્ટોરી એક સુખી હસતા પરિવારની છે જે કાળા જાદુની જાળમાં ફસાઈ જાય છે. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું હતું અને તેણે વાર્તા પણ લખી હતી. આ ફિલ્મનું નિર્દેશન કલ્પેશ સોની, કૃણાલ સોની, નિલય છોટાઈ અને દીપેન પટેલે કર્યું હતું. આ ગુજરાતી ફિલ્મના કલાકારો પણ હિન્દી રિમેકની જાહેરાતથી ખુશ છે અને સોશિયલ મીડિયા પર તેમની ખુશી વ્યક્ત કરી છે અને તેને “ગૌરવની ક્ષણ” ગણાવી છે.

આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈ- દુલ્હે રાજાનો ઈનસાઈડનો Video થયો વાયરલ

‘દ્રશ્યમ 2’ પછી અજયની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’ હતી. પોપ્યુલર તમિલ ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રિમેક છે. ‘કૈથી’નું હિન્દી ડબ વર્ઝન યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તેમ છતાં ‘ભોલા’ સારી કમાણી કરવામાં સફળ રહી હતી. રિપોર્ટ મુજબ ‘ભોલા’એ 82.04 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ભોલા’ પહેલા અક્ષય કુમારની ‘સેલ્ફી’ અને કાર્તિક આર્યનની ‘શહેજાદા’ રિલીઝ થઈ હતી. બંને સાઉથની ફિલ્મોની રિમેક હતી અને બોક્સ ઓફિસ પર બિલકુલ ચાલી ન હતી. અજય દેવગન તેની બે રિમેક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યારબાદ હવે અજય દેવગન વશમાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">