AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaitaan OTT Release Date : થિયેટરમાં નથી જોઈ અજય દેવગનની શૈતાન? તો હવે તેને ઘરે બેઠા જોવાનો મોકો, આ તારીખે થશે OTT પર રિલીઝ

ફિલ્મ સમીક્ષકો અને દર્શકો બંનેએ અજય દેવગનની ફિલ્મ 'શૈતાન'ના ખૂબ વખાણ કર્યા છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અત્યાર સુધી 'શૈતાન'એ અંદાજે 137 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે અજય દેવગનના જે ફેન્સ આ ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નથી તેઓ 'શૈતાન'ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shaitaan OTT Release Date : થિયેટરમાં નથી જોઈ અજય દેવગનની શૈતાન? તો હવે તેને ઘરે બેઠા જોવાનો મોકો, આ તારીખે થશે OTT પર રિલીઝ
Shaitaan OTT Release Date
| Updated on: Apr 02, 2024 | 8:51 AM
Share

એક્શનથી લઈને કોમેડી સુધીની તમામ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડનારા અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અજય અને આર માધવનની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે.

ફિલ્મની સફળતા બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રાઈમ થ્રિલર સ્ટોરીનો પાર્ટ 2 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ અજય દેવગનના તે ફેન્સ માટે એક સારા સમાચાર છે જેમણે આ ફિલ્મ પહેલા જોઈ નથી. ટૂંક સમયમાં જ અજયની ફિલ્મ ‘શૈતાન’ OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

આ જગ્યાએ જોઈ શકો છો મુવી

સૂત્રોનું માનીએ તો અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ 3 મે, 2024ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ OTT પ્લેટફોર્મ Netflixએ ‘શૈતાન’ના OTT રાઇટ્સ ખરીદી લીધા હતા.

જો કે જો તમારી પાસે Netflix સબસ્ક્રિપ્શન નથી, તો તમારે આ ફિલ્મ જોવા માટે વધુ રાહ જોવી પડશે. નેટફ્લિક્સ પર રિલીઝ થયાના 45 દિવસ પછી આ ફિલ્મનું ટીવી પ્રીમિયર થઈ શકે છે અને તમે આ ફિલ્મ ‘જિયો સિનેમા’ પર પણ જોઈ શકો છો.

અહીં જુઓ ફિલ્મ ‘શૈતાન’ની એક ઝલક

(Credit Source : @ActorMadhavan)

આ ફિલ્મ Jio પર પણ આવશે

જિયો સ્ટુડિયોએ દેવગન ફિલ્મ્સ અને પનોરમા સ્ટુડિયો સાથે મળીને ‘શૈતાન’નું નિર્માણ કર્યું છે. આ જ કારણ છે કે નેટફ્લિક્સ અને ટીવી પર સ્ટ્રીમ થયાના થોડાં મહિના પછી આ ફિલ્મ Jio એપ પર ફ્રીમાં જોવા માટે ઉપલબ્ધ થશે. પરંતુ જે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓએ ‘શૈતાન’ જોવા માટે 3 મેના રોજ નેટફ્લિક્સ તરફ વળવું પડશે.

જોકે Netflix દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો ‘શૈતાન’ની સ્ટોરી કબીર (અજય દેવગન), વનરાજ (આર માધવન), જાહ્નવી (જાનકી બોડીવાલા) અને જ્યોતિ (જ્યોતિકા)ની આસપાસ ફરે છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">