AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abdu Rozik Post : અબ્દુ રોજિકે શેર કર્યો વંદો ખાવાનો ફોટો, ‘ખતરોં કે ખિલાડી’માં જોડાવાનો આપ્યો સંકેત

Abdu Rozik Post : બિગ બોસ 16ના પૂર્વ સ્પર્ધક અબ્દુ રોજિક ફરી એકવાર ચર્ચામાં છે. હવે ટૂંક સમયમાં જ બધા અબ્દુલને ફરી એકવાર નાના પડદા પર જોઈ શકશે.

Abdu Rozik Post : અબ્દુ રોજિકે શેર કર્યો વંદો ખાવાનો ફોટો, 'ખતરોં કે ખિલાડી'માં જોડાવાનો આપ્યો સંકેત
Abdu Rozik Post
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:20 PM
Share

Abdu Rozik Post : બિગ બોસ 16ના સૌથી સુંદર સ્પર્ધક અબ્દુ રોજિકને સમગ્ર શો દરમિયાન લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. શો ખતમ થયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે, પરંતુ અબ્દુ રોજિકનું નામ હજુ પણ લોકોના હોઠ પર છે. ચાહકો અબ્દુલને જોવાનું અને તેને લગતા સમાચાર વાંચવાનું પસંદ કરે છે. અબ્દુ રોજિકે પોતાની નિર્દોષતાથી સમગ્ર ભારતના દિલ જીતી લીધા છે. લોકો તેને છોટા ભાઈજાન તરીકે પણ બોલાવે છે.

આ પણ વાંચો : સલમાન ખાનની ફિલ્મમાંથી અબ્દુ રોજિકનો સીન કેમ કાપવામાં આવ્યો? હવે બિગ બોસના સ્પર્ધકે પોતે કર્યો ખુલાસો

વંદાને ખાવાનો કર્યો પ્રયત્ન

બીજી તરફ ચાહકો અબ્દુ રોજિકને ફરીથી શોમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તાજિકિસ્તાનના અબ્દુના ચાહકો માટે સારા સમાચાર છે. પરંતુ તે પહેલા આપણે અબ્દુ રોજિકની નવી પોસ્ટ વિશે વાત કરીશું. વાસ્તવમાં તેની નવી પોસ્ટમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં અબ્દુ રોજિક હાથમાં એક મોટો વંદો પકડેલો જોવા મળે છે. બીજી તસવીરમાં તે વંદો ખાવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

જુઓ પોસ્ટ

છેલ્લી તસવીરમાં અબ્દુલના મોંની અંદર વંદો છે. એક તરફ અબ્દુ શું કરી રહ્યો છે તે જોઈને લોકો ડરી ગયા છે. બાય ધ વે આ કોક્રોચ નકલી છે તેથી ડરવાની જરૂર નથી. આ તસવીરો શેર કરતી વખતે અબ્દુએ કેપ્શનમાં લખ્યું કે, આગામી રિયાલિટી શો માટે પ્રેક્ટિસ કરતી વખતે. તમે તૈયાર છો અબ્દુની આ પોસ્ટ પર શિવ ઠાકરેએ પણ કોમેન્ટ કરી છે, જેમાં લખ્યું છે કે, આજા જલદી, શિવની ટિપ્પણીએ લોકોના મનમાં ચમકારો કરી ગઈ છે.

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

એવું માનવામાં આવે છે કે, અબ્દુ રોજિક ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં જોડાવા જઈ રહ્યો છે. અહીં તે શિવને સમર્થન આપવા જઈ રહ્યો છે. અબ્દુલને ફરીથી સ્ક્રીન પર જોવા માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. યુઝર્સ સતત કોમેન્ટ દ્વારા લખી રહ્યા છે કે અબ્દુ ખતરોં કે ખિલાડીમાં જવાના છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">