રણબીર કપૂરની ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી ઘણી બધી ફિલ્મોની એક ઝલક
'શમશેરા'ના (Shamshera) ટ્રેલરમાં ક્યાંક યાદ આવી 'તમાશા' તો ક્યાંક 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન', આ ફિલ્મોની પણ ઝલક મળી. આ ફિલ્મ શમશેરા 22 જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ રહી છે.
રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’નું (Shamshera) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંજય દત્તનો ભયાનક લુક અને સ્ટાઈલ જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે, ત્યારે બીજી એક વાત પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ‘શમશેરા’ના ટ્રેલરમાં ઘણા સીન જોઈને તમને કેટલીક જૂની ફિલ્મો યાદ આવી જશે. ‘તમાશા’ થી ‘ક્રાંતિ’ સુધી, જાણો આ ટ્રેલર કઈ કઈ ફિલ્મોની યાદ અપાવે છે. રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ડાકુના રોલમાં રણબીરને જોવા માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરમાં ગ્રાન્ડ સ્કેલ અને શાનદાર વિઝ્યુઅલની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ રણબીરની ‘શમશેરા’ સ્ટાઈલ જોઈને ફેન્સના રિએક્સન્સ ખૂબ જ મિશ્રિત હતા. વાણી કપૂરનો રોલ શું છે તે કોઈને સમજાયું નહીં. પરંતુ સંજય દત્તના લુકના વખાણ બધા કરી રહ્યા છે.
સંજય દત્તના થઈ રહ્યા છે વખાણ
સંજય દત્તે થોડા મહિના પહેલા જ ‘KGF ચેપ્ટર 2’ માં વિલન અધીરા બનીને પ્રશંસા મેળવી છે. હવે ફરી એકવાર તેનો ભયાનક લુક લોકોને ખૂબ જ પાવરફુલ લાગી રહ્યો છે. પરંતુ ‘શમશેરા’ના ટ્રેલરમાં બીજી એક વાત પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કોઈને ‘શમશેરા’ના ટ્રેલર પરથી ‘તમાશા’નો રણબીર કપૂર યાદ આવ્યો તો કોઈને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’.
‘શમશેરા’ના ટ્રેલરમાં જોવા મળી આ ફિલ્મોની ઝલક
મેડ મેક્સ: ફ્યુરી રોડ
‘મેડ મેક્સ’ના વિઝ્યુઅલને ફિલ્મોમાં સિનેમેટોગ્રાફીનું માપ કહી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણી ફિલ્મોમાં ‘મેડ મેક્સ: ફ્યુરી રોડ’ જેવી ડિસ્ટોપિયન દુનિયા બનાવવાની કોશિશ ઘણા ફિલ્મ નિર્માતાઓએ કરી છે. ‘શમશેરા’ના ટ્રેલરમાં આવા વિઝ્યુઅલના ઘણા સીન લેવામાં આવ્યા છે.
લાલ કપ્તાન
સૈફ અલી ખાનની આ ફિલ્મ થિયેટરમાં બહુ ઓછા લોકોએ જોઈ હશે. પરંતુ જેણે પણ આ ફિલ્મ જોઈ છે તે આ વાતથી સહમત થશે કે ‘શમશેરા’ના ટ્રેલરમાં બ્રિટિશ સૈનિકો, બળવાખોર લૂંટારાઓ અને ‘શમશેરા’ની હદ સુધી દેખાતી કઠોર-બંજર જમીન ‘લાલ કપ્તાન’ની યાદ અપાવે છે.
તમાશા
રણબીર કપૂરના ફેન્સને આ ફિલ્મ એટલી ગમે છે કે તે આ ફિલ્મના એનસાઈક્લોપીડિયા બની જાય છે. ‘શમશેરા’ના ટ્રેલરમાં રણબીરનો લુક અને અનેક સીન્સમાં તેના ક્લોઝ અપ્સ જોઈને ‘તમાશા’ના ફેન્સ એક્ટિવેટ થઈ જશે!
સાંવરીયા
રણબીર કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘સાવરિયા’માં ટુવાલ પહેરીને ડાન્સ કરતો ભાગ્યે જ કોઈ બોલિવૂડ ફેન્સને યાદ નહિ હોય. ‘શમશેરા’ના ટ્રેલરમાં પણ આવું જ એક સીન છે જે તમને ‘જબ સે તેરે નૈના’ ગીતમાં રણબીર અને તેના ટુવાલની યાદ અપાવશે.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન
ડાકુ-લૂંટ-બ્રિટિશ સૈનિક આ બધું આપણને યશરાજ ફિલ્મ્સના બીજા એક ગ્રાન્ડ પ્રોજેક્ટની યાદ અપાવે છે જે બોક્સ-ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી – ઠગ્સ ઓફ હિન્દોસ્તાન. ‘શમશેરા’ના ટ્રેલરના સીન જ નહીં, તેના પોસ્ટર પણ આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફની ફિલ્મ જેવી જ જોવા મળે છે. પ્રાર્થના કરો કે ‘શમશેરા’ની હાલત ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જેવી ન થાય.
KGF
‘શમશેરા’ના ટ્રેલરમાં ભયાનક વિલન, ‘શુદ્ધ સિંહ’ની ભૂમિકા ભજવી રહેલો સંજય દત્ત કોઈ એક ગામના લોકો પર અત્યાચાર કરતો જોવા મળે છે. આ સીન જોઈને તમને KGF જેવું લાગશે.
ક્રાંતિ
‘શમશેરા’નું ટ્રેલર એ નોટ પર સમાપ્ત થાય છે કે રણબીર કપૂરનો ડબલ રોલ હોઈ શકે છે. જ્યારે સાચો શમશેરા ડાકુ ક્રાંતિકારી હતો, ત્યારે તેનો પુત્ર તેના નામનો ફાયદો ઉઠાવીને લૂંટ કરવામાં લાગ્યો હતો. પરંતુ સંજોગો તેને એવા મુકામ પર લાવે છે જ્યાંથી તેણે ક્રાંતિની મશાલ પકડી રાખવાની હોય છે. બોલિવૂડના ફેન્સ આટલું વિચારીને ફિલ્મ ‘ક્રાંતિ’માં પિતા-પુત્ર બનેલા દિલીપ કુમાર અને મનોજ કુમારને યાદ કરશે.
આ ફિલ્મ શમશેરા 22 જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મને યશ રાજ ફિલ્મ્સે પોતાના બેનર હેઠળ નિર્માણ કર્યું છે. કરણ મલ્હોત્રાએ તેનું નિર્દેશન કર્યું છે. ઘણા ચાહકો આ ફિલ્મ જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે.