AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 મહિનાની પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ! દીપિકા પાદુકોણનો આ જુસ્સો જોઈ Allu Arjun અને Atlee પણ દંગ રહી ગયા

બોલિવૂડ અને સાઉથ સિનેમાના ચાહકો માટે એક દિલ જીતી લે તેવા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની પ્રેગ્નન્સીના 8મા મહિનામાં હોવા છતાં સંપૂર્ણ ડેડિકેશન સાથે સાઉથ ડિરેક્ટર એટલીની આગામી મોટા બજેટની ફિલ્મ ‘રાકા’ નું શૂટિંગ પૂરું કરવામાં વ્યસ્ત છે.

8 મહિનાની પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ! દીપિકા પાદુકોણનો આ જુસ્સો જોઈ Allu Arjun અને Atlee પણ દંગ રહી ગયા
| Updated on: Aug 10, 2026 | 7:09 PM
Share

દીપિકા પાદુકોણ હાલ પ્રેગ્નન્ટ છે, તેમ છતાં તે પોતાના કમિટમેન્ટને નિભાવી રહી છે અને સતત ફિલ્મ ‘રાકા’ નું શૂટિંગ કરી રહી છે. દીપિકાની પ્રેગ્નન્સીનો આ આઠમો મહિનો છે અને અપેક્ષા છે કે, સપ્ટેમ્બરમાં તે બીજા બાળકની માતા બની જશે. એવામાં દીપિકા ડિલિવરી માટે બ્રેક પર જતા પહેલા ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરવા પર ફોકસ કરી રહી છે.

કલાકો સુધી સેટ પર રહે છે ‘દીપિકા પાદુકોણ’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ મુવીના શૂટિંગમાં ભાગ લઈ રહી છે. તે કલાકો સુધી સેટ પર સમય વિતાવી રહી છે અને ઈચ્છે છે કે, ‘રાકા’ નું શૂટિંગ શિડ્યુલ મુજબ સમયસર પૂરું થઈ જાય.

સોર્સે જણાવ્યું કે, “આઠ મહિનાની પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ, જેની ડિલિવરી ખૂબ જ જલ્દી થવાની છે, તે હજી પણ ‘રાકા’ નું શૂટિંગ કરી રહી છે. દીપિકા સપ્ટેમ્બરમાં પોતાના બીજા બાળકની ડિલિવરી પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા પર સંપૂર્ણ રીતે ફોકસ છે. દીપિકા સેટ પર જ રહે છે અને જરૂર પડે ત્યારે મોડી રાત સુધી કામ પણ કરી રહી છે. આખી ક્રૂ અને ટીમ દીપિકાના આ જઝ્બાને જોઈને હેરાન છે.”

મુંબઈમાં ચાલી રહ્યું છે ‘રાકાનું શૂટિંગ’

થોડા દિવસો પહેલા જ મુંબઈમાં ‘રાકા’ ના મહત્વના શિડ્યુલનું શૂટિંગ શરૂ થયું છે. આ શિડ્યુલમાં દીપિકા પાદુકોણ અને અલ્લુ અર્જુન મુવીના એક મહત્વના ભાગનું શૂટિંગ કરી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો, દીપિકા પોતાના આ છેલ્લા શિડ્યુલને ઓગસ્ટ પૂરો થાય તે પહેલા જ પૂરું કરી લેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જેવી ફિલ્મ કમ્પ્લીટ થશે ને તરત જ મેકર્સ ‘રાકા’ ની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેશે.

Atlee કરી રહ્યા છે ‘ફિલ્મનું નિર્દેશન’

‘રાકા’ એક મોટા બજેટની ફિલ્મ છે, જેનું નિર્દેશન ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર આપનારા સાઉથના ડિરેક્ટર Atlee કરી રહ્યા છે. ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક ઘણો સમય પહેલા જ રિવિલ થઈ ચૂક્યો છે. ‘પુષ્પા 2’ પછી અલ્લુ અર્જુન ‘રાકા’ થી મોટા પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે.

ખાસ વાત એ છે કે, આ મુવીમાં મૃણાલ ઠાકુર, રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂર પણ મહત્વનો રોલ કરવાની છે. જો કે, હજુ સુધી મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

‘બંટવારા 1947’ માટે સની દેઓલ પર પૈસાનો વરસાદ થયો, પ્રીતિ ઝિન્ટા સહિત આખી સ્ટાર કાસ્ટની ફી જાણો

Follow Us
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
g clip-path="url(#clip0_868_265)">