Filmy challenge : શું તમે 1971નું આ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગીત સંભાળ્યું ? જુઓ Video અને જણાવો, કોણ લેશે Challenge?
કોણ લેશે ચેલેન્જ ? આ સીરિઝમાં Tv9 રોજ નવા વીડિયો આપના માટે લાવશે જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નિહાળી તેની નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.
Filmy challenge: Tv9 ગુજરાતી સમાચારો સાથે વાંચકોના દૈનિક મનોરંજન માટે વિવિધ સીરિઝ લાવતું રહે છે. આવી જ ફરી એક નવી ચેલેન્જ વાંચકો માટે લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.
આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?
આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1971ની એક ફિલ્મ પુરબ ઔર પશ્ચિમનો છે. જેમાં બાળકોનું સૌથી મનપસંદ ગીત છે. સમય રીતે તમે તમામે શાળામાં કે તમારા ઘરે આધુનિક ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગીત ગાયું હશે.
ખાસ કરીને નાનાબાળકોને આ ગીત ખૂબ પસંદ હોય છે. આ વાત થઈ નાના બાળકોની પરંતુ અહીં આપવામાં આવેલું ગીત બાળકોજ નહીં વડીલોએ પણ સંભાળ્યું હશે.1971નું આ એક હિન્દી ગીત છે. જેના શબ્દો – ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર… આ શબ્દો સાંભળતા ભલે તમને નાનપણ આવે પરંતુ આ ગીતને બાળકો કરતાં ઉમરલાયક લોકોએ વધુ સંભાળ્યું હશે. તમે સાંભળ્યુ ?
તો જુઓ આ વીડિયો
(મજેદાર ગીતનો આ વીડિયો જોવા માટે જ્યા Watch on YouTube લખ્યું છે તેના પર ક્લિક કરો)
તમે આ ગીત સાંભળ્યા બાદ જો તમે નાના હતા ત્યારે શાળામાં કે ઘરે આ ગીત સાંભળ્યુ હોય તો તે સમય ચોક્કસ યાદ કરવાનો પ્રયત્ન કર્યો હશે. પરંતુ આજે આ ગીતમાં નાના મોટા સૌ કોઈએ જવાબ આપવાનો રહેશે તો જણાવો કોણ લેશે ચેલેન્જ ?
પ્રશ્ન એ છે કે આ ગીતમાં ફિમેલ સિંગર કોણ છે ?
A) નલિની જયવંત
B) લતા મંગેશકર
C) આશા ભોંસલે
D) પૂનમ ધિલ્લોન