Gumraah Movie Review : લોકોનું મનોરંજન કરવામાં સફળ રહી આદિતની ફિલ્મ ‘ગુમરાહ’ ?, જાણો સ્ટોરીમાં કેટલો છે દમ
બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર અને એક્ટ્રેસ મૃણાલ ઠાકુરની ફિલ્મ 'ગુમરાહ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો તમે પણ આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા અહીં 'ગુમરાહ'નો રિવ્યૂ જુઓ.
ગુમરાહ બોલિવૂડનું લોકપ્રિય સસ્પેન્સ થ્રિલર મૂવી છે. ઈતિહાસના પાના ફેરવશો તો તમને આ નામની ઘણી ફિલ્મો જોવા મળશે. પરંતુ દરેક ફિલ્મ નિર્માતા દર્શકોને મનોરંજન પૂરુ પાડવા માટે અલગ-અલગ રીત અપનાવી રહ્યા છે. આ વખતે દિગ્દર્શક વર્ધન કેતકરએ આદિત્ય રોય કપૂર ના ડબલ રોલ અને મૃણાલ ઠાકુરના પોલીસ ઇન્સ્પેક્ટરના રોલ સાથે સ્ક્રીન પર એક અનોખી વાર્તા રજૂ કરી છે. બંને સ્ટાર્સની કારકિર્દી માટે આ એક મહત્વપૂર્ણ ફિલ્મ છે.
વર્ધન કેતકરનું નામ 2010ની દબંગ સાથે સહાયક દિગ્દર્શક તરીકે જોડવામાં આવ્યું હતું, તેઓ આ ફિલ્મથી ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આ વખતે તેમણે તેને ગુમરાહમાં વિશ્વના પ્રખ્યાત આડેન્ટિકલ ટ્વિન્સની કેટલીક મોટી ઘટનાઓના આધારે આ ફિલ્મને રજૂ કરી છે, જે 2019ની તમિલ ફિલ્મ થડમની રિમેક છે. આખી ફિલ્મ રોમાંચથી ભરપૂર છે.
શું છે ગુમરાહની વાર્તા?
દિલ્હી-ગુરુગ્રામના વાતાવરણમાં બનેલી આ ફિલ્મની શરૂઆત એક ઘૃણાસ્પદ હત્યાથી થાય છે. ભારે વરસાદ પડી રહ્યો છે. મધરાતનો સમય છે. અર્જુન સેહગલ (આદિત્ય રોય કપૂર) ફ્લેટમાં ઘૂસીને આકાશ સરદાના નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખે છે. જે બાદ ACP ધીરેન યાદવ (રોનિત રોય) આ હત્યા કેસની તપાસ SI શિવાની માથુર (મૃણાલ ઠાકુર)ને સોંપે છે.
અર્જુન પકડાઈ જાય છે પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સૂરજ રાણા (ડબલ રોલમાં આદિત્ય રોય કપૂર) નામના અન્ય યુવકની ધરપકડ કરવામાં આવે છે અને તે જ પોલીસ સ્ટેશનમાં અન્ય ગુના માટે લાવવામાં આવે છે. બંને લુકલાઈક જોઈને સમગ્ર તપાસની ટીમ ચોંકી ગઈ છે. બાકીની વાર્તા એ સાબિત કરતી રહે છે કે આમાંથી આકાશ સરદાનાનો અસલી ખૂની કોણ છે?
પોલીસને બંને સામે કોઈ નક્કર પુરાવા ન મળતાં વાર્તા વધુ જટિલ બને છે. ફોરેન્સિક તપાસમાં પણ પોલીસ ટીમ દરેક દ્રશ્યમાં ગેરમાર્ગે દોરાય છે. જોકે, પોલીસનો દાવો છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, તે કોઈ સુરાગ છોડતો નથી. તેના આધારે અંતે અહીં શું થાય છે તે તો આખી ફિલ્મ જોયા પછી જ ખબર પડે છે.
ફિલ્મ સ્ટોરી ડાયરેક્સન
સસ્પેન્સ કે હોરર જોતી વખતે એક અલગ પ્રકારનું મનોરંજન માણવા મળે છે. ઘણી વખત દર્શકો માટે વાર્તા એકદમ સ્પષ્ટ હોય છે અને તે પાત્રોના સસ્પેન્સની મદદથી રોમાંચનો આનંદ માણી લે છે. અસીમ અરોરાની ગુમરાહને જ જોઈ લો, પ્રેક્ષકો પોલીસની જેમ મૂંઝવણમાં નથી. તેમ છતાં વાર્તા દર્શકોને જકડી રાખે છે. આ દિશા અને લેખનનો સકારાત્મક ભાગ છે. ઈન્ટરવલ પહેલા કેટલાક લવ સીન્સ છોડીને બીજા હાફમાં ફિલ્મનો રોમાંચ વધી જાય છે.
આદિત્ય, મૃણાલ અને રોનિતનો અભિનય
છેલ્લા કેટલાક સમયથી આદિત્ય રોય કપૂરના હિસ્સામાં સફળ ફિલ્મો આવી શકી નથી. લંડન ડ્રીમ્સ અથવા આશિકી 2 સાથે શરૂઆત સારી રહી હતી પરંતુ છેલ્લા વર્ષોની તેની ફિલ્મો કઈ ખાસ બતાવી શકી નથી. આવી સ્થિતિમાં, આદિત્યની આ ફિલ્મ તેના માટે આશાનું નવુ કિરણ લઈને આવી છે.
ફિલ્મમાં આદિત્યએ ડબલ રોલના અલગ-અલગ મૂડ અને એટીટ્યુડને ખૂબ જ સારી રીતે દર્શાવ્યા છે. જો દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે આદિત્ય તેના ટ્રેક પર પરત ફરી રહ્યો છે. મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ ખ્યાતિ મેળવનાર મૃણાલ ઠાકુર પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં ફેન્સને પ્રભાવિત કરે છે. જટિલ કેસને સફળતાપૂર્વક હેન્ડલ કરવા માટે કેવું માનસિક દબાણ હોય છે તે દર્શાવવામાં આવ્યું છે.
અનુભવી અભિનેતા રોનિત રોયે ફિલ્મ ગુમરાહમાં ACP ધીરેન યાદવની ભૂમિકા જે રીતે ભજવી છે, તે સમગ્ર ફિલ્મને મહત્તમ મહત્વ આપે છે. રોનિત ફિલ્મનો જીવ છે. આરોપી અર્જુન સેહગલ સાથે તેની અંગત દુશ્મનાવટ છે અને તે આખા કેસની પૂર્ણતા પર પણ નજર રાખે છે
ફિલ્મનો વીક પોઈન્ટ
ફિલ્મમાં નવી અભિનેત્રી વેદિકા પિન્ટો પર ઘણા સીન બિનજરૂરી રીતે ખર્ચવામાં આવ્યા છે. અલબત્ત તે સુંદર છે અને તેની ક્ષમતા હોઈ શકે છે પરંતુ અહીં તેની ઉપયોગિતા માત્ર ગ્લેમર માટે છે. જ્યારે તે ફિલ્મમાં આવે છે, ત્યાંની વાર્તા નબળી પડવા લાગે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…