Sonu Sood Case: આવકવેરા વિભાગે સોનુ સૂદ પર ટેક્સ ચોરીનો લગાવ્યો આરોપ, ત્રણ દિવસમાં 28 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા!

સોનુ સૂદ અને તેના નજીકના સહયોગીઓને લગતા 28 અલગ અલગ સ્થળો પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા દરોડા બાદ આ આરોપ લગાવવામાં આવ્યો છે.

Sonu Sood Case: આવકવેરા વિભાગે સોનુ સૂદ પર ટેક્સ ચોરીનો લગાવ્યો આરોપ, ત્રણ દિવસમાં 28 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા!
Actor Sonu Sood (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 4:42 PM

અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) પર 20 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ છે. સોનુ સૂદ અને તેના નજીકના સહયોગીઓને લગતા 28 અલગ અલગ સ્થળો પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા દરોડા બાદ આ આરોપ લગાવવામાં આવ્યો છે.

સોનુ સૂદ પર બોગસ સંસ્થાઓ પાસેથી ખોટી રીતે પૈસા લેવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે બોગસ લોન અને બોગસ બિલિંગના ઘણા દસ્તાવેજો તેમના સ્થાનો પરથી મળી આવ્યા છે. હાલ આવકવેરા વિભાગે 1 કરોડ 8 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ત્રણ દિવસમાં 28 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

CBDTના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે મુંબઈમાં સોનુ સૂદના જુદા જુદા સ્થળો અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લખનૌ સ્થિત ઔદ્યોગિક જૂથના જુદા જુદા સ્થળો પર આવકવેરા વિભાગના (Income Tax Department) દરોડામાં આ આરોપ લગાવવામાં આવ્યો હતો. મુંબઈ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિત 28 સ્થળો પર ત્રણ દિવસ સુધી આ દરોડા પાડવામાં આવ્યા હતા.

 ચેરિટી ફાઉન્ડેશને આ રીતે નાણાં એકત્ર કર્યા

કોરોનાની પ્રથમ લહેરમાં પરપ્રાંતિય મજૂરોના મસીહા તરીકે જાણીતા સોનુ સૂદ પર કામદારોની મદદ માટે સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશન બનાવવાનો આરોપ છે. આ ફાઉન્ડેશનના (Charity Foundation) નામે જુલાઈ 2020 માં 18 કરોડ રૂપિયાથી વધુનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2021 સુધી આમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યોમાં ખર્ચાયા હતા. બાકીના 17 કરોડ રૂપિયા બિન-લાભકારી બેંકમાં બિનઉપયોગી રાખવામાં આવ્યા છે.

સોનુ સૂદે FCRA સંબંધિત નિયમોનો પણ ભંગ કર્યો

મળતી માહિતી મુજબ સોનુ સૂદે વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (એફસીઆરએ) સંબંધિત નિયમોનો પણ ભંગ કર્યો છે. તેણે નિયમો તોડીને વિદેશથી પૈસા મેળવ્યા હતા. સોનુ સૂદ (Sonu Sood) પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે વિદેશથી મળેલા નાણાં બિનઉપયોગી રીતે ખર્ચ્યા હતા.

થોડા દિવસો પહેલા અભિનેતા દિલ્હીના મુખ્યમંત્રીને મળ્યા હતા

થોડા દિવસો પહેલા સોનુ સૂદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) મળ્યા હતા. તેઓ દિલ્હી સરકારના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) પણ બન્યા હતા. બાદમાં સોનુ સૂદ સામેની આ કાર્યવાહીની આમ આદમી પાર્ટી દ્વારા ટીકા કરવામાં આવી રહી છે અને તેમણે જણાવ્યુ હતુ કે લાખોના મસીહાની છબી ધરાવતા સોનુ સૂદને રાજકીય કારણોસર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Domestic Violence Case : હની સિંહે કોર્ટમાં જવાબ આપ્યો હું UAEનું ઘર નહીં વેચું

આ પણ વાંચો:  Birthday Special : જ્યારે પરિણિત જાવેદ અખ્તરના પ્રેમમાં પડી શબાના આઝમી, જાણો બંનેની લવ સ્ટોરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">