Domestic Violence Case : હની સિંહે કોર્ટમાં જવાબ આપ્યો હું UAEનું ઘર નહીં વેચું
તમને જણાવી દઈએ કે, હની સિંહે તેની બાળપણની મિત્ર શાલિની સાથે લગ્ન કર્યા હતા. ગત્ત મહિને શાલિનીએ તીસ હજારી કોર્ટમાં હની સિંહ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.
Domestic Violence Case :પ્રખ્યાત ગાયક હની સિંહ ઉર્ફે યો યો હની સિંહ (Yo Yo Honey Singh) પર તેની પત્ની શાલિની (Shalini Talwar)દ્વારા ઘરેલુ હિંસા અને સતામણીના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસની છેલ્લી સુનાવણી દરમિયાન, દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહને નોટિસ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સિંગર તેનું સંયુક્ત આરબ અમીરાત (UAE) નું ઘર વેચી શકે નહીં,
દરમિયાન, શુક્રવારે, હની સિંહે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું, જેમાં તેણે કોર્ટને ખાતરી આપી કે તે તેની યુએઈની મિલકત પર કોઈ ત્રીજા પક્ષના અધિકારો બનાવશે નહીં, એટલે કે તે મિલકત વેચશે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લી સુનાવણીમાં કોર્ટે હની સિંહ(Honey Singh)ને નિર્દેશ આપ્યો હતો કે તે કોઈ પણ ત્રીજા પક્ષને સીધા અથવા તેમની કંપની દ્વારા અધિકારો આપીને પોતાની મિલકત વેચશે નહીં.
હની સિંહે કોર્ટમાં દસ્તાવેજો દાખલ કર્યા ન હતા
આ સાથે કોર્ટે તેમને વિદેશમાં સ્થિત તેમની કંપનીના રજિસ્ટર્ડ દસ્તાવેજો અને અન્ય કેટલાક દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. જોકે, હની સિંહે (Honey Singh)માત્ર કોર્ટને પ્રોપર્ટી ન વેચવાની ખાતરી આપી છે. તેણે કોર્ટમાં વિનંતી કરેલા દસ્તાવેજો દાખલ કર્યા ન હતા. હની સિંહ વતી આ કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોને કહ્યું કે, કોર્ટ હની સિંહ સામે ઘરેલુ હિંસાના આરોપ (Domestic Violence Case)પર સુનાવણી કરી રહી છે અને કોર્ટ આ રીતે તેની મિલકતના વેચાણને રોકી શકે નહીં.
તેમણે પોતાની દલીલમાં એવી પણ દલીલ કરી હતી કે હની સિંહ(Honey Singh)ના ધંધા પર પ્રતિબંધ ન લગાવી શકાય. કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહના વકીલનું નિવેદન નોંધ્યું કે તે યુએઈમાં પોતાની મિલકત વેચશે નહીં અને કંપનીના દસ્તાવેજો પણ ફાઇલ કરશે. આ પછી, છેલ્લી સુનાવણીમાં હની સિંહ વિરુદ્ધ જારી કરવામાં આવેલી નોટિસ રદ કરવામાં આવી હતી.
કોર્ટના આ નિર્ણય બાદ હની સિંહના વકીલે (Lawyer) ખાતરી આપી હતી કે, આ કેસ દરમિયાન તેમના ક્લાઈટ તેમના યુએઈ વિલા વેચશે નહીં અને આગામી સુનાવણી સુધી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો દાખલ કરશે. હાલ માટે, હવે આ કેસની સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે.
હની સિંહ પર ઘણા આરોપ
હની સિંહ(Honey Singh)ની પત્ની શાલિનીએ તેના પર ઘણા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે તેને છેલ્લા 10 વર્ષથી ઘરમાં ખરાબ રીતે રાખવામાં આવી રહી હતી. તેમનું શારીરિક, મૌખિક, માનસિક અને ભાવનાત્મક શોષણ થયું છે. શાલિનીએ તો એમ પણ કહ્યું હતું કે હનીએ તેના લગ્નને મહત્વ નથી આપ્યું, તેણે તેની લગ્નની વીંટી પણ નથી પહેરી. એકવાર જ્યારે શાલિનીએ સોશિયલ મીડિયા (Social media)પર તેના અને તેના લગ્નની તસવીરો શેર કરી હતી. આ પછી પણ, તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે શાલિનીને ખૂબ માર માર્યો.