AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ અભિનેતા આશુતોષ રાણા કોરોના પોઝિટીવ, એક અઠવાડિયા પહેલા લીધી હતી વેક્સિન

દેશમાં કોરોના વાઈરસના કેસ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલેબ્રિટી પણ હવે કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. હવે બોલિવુડ અભિનેતા આશુતોષ રાણા (Ashutosh Rana) પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.

બોલિવુડ અભિનેતા આશુતોષ રાણા કોરોના પોઝિટીવ, એક અઠવાડિયા પહેલા લીધી હતી વેક્સિન
Actor Ashutosh Rana (File Image)
| Updated on: Apr 13, 2021 | 11:22 PM
Share

દેશમાં કોરોના વાઈરસના કેસ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલેબ્રિટી પણ હવે કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. હવે બોલિવુડ અભિનેતા આશુતોષ રાણા (Ashutosh Rana) પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આશુતોષ પણ હવે કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતાએ તાજેત્તરમાં જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો.

આશુતોષ રાણા પોતાની એક્ટિંગને કારણે જાણીતા છે. અભિનેતાએ અત્યાર સુધીના પોતાના કરિયરમાં એકથી એક ચઢીયાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે અભિનેતા કોરોના પોઝિટીવ આવ્યાના સમાચાર સામે આવવાથી તેમના ફેન્સ દુ:ખી થયા છે. અભિનેતાની પત્ની રેણુકાએ પોતાના પતિની સાથે જ ફોટો શેયર કરીને ફેન્સને જણાવ્યું હતું કે તેમને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. 53 વર્ષીય અભિનેતા આશુતોષ રાણાએ 6 એપ્રિલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાો હતો.

આશુતોષ રાણાને છેલ્લી વખત ઉમેશ બિષ્ટની પગલેટમાં સાન્યા મલ્હોત્રા, શીબા ચડ્ડા, આશુતોષ રાણા, રઘુબીર યાદવ અને સયાની ગુપ્તાની સાથે જોવામાં આવ્યા હતા. નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ફેન્સને ખુબ જ પસંદ પડી હતી. આશુતોષ રાણાએ હિન્દી સિનેમામાં વર્ષ 1995માં ડેબ્યૂ કર્યુ હતું. અભિનેતાને અસલી ઓળખ કાજોલ સ્ટારર ફિલ્મ દુશ્મનથી મળી હતી. આ ફિલ્મમાં અભિનેતાએ સાઈકો કિલરની ભૂમિકા ભજવી હતી. તેમને સાઉથની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, તે દક્ષિણમાં જીવાના નામથી જાણીતા છે.

હાલમાં દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર જોવા મળી રહી છે. આ પહેલા પણ બોલિવુડમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન, વરૂણ ધવન, રણબીર કપૂર, તબસ્સૂમ, આલિયા ભટ્ટ, આમિર ખાન જેવા ઘણા સ્ટાર્સ કોરોના વાઈરસની ચપેટમાં આવ્યા છે.

આ પણ વાંચો: AHMEDABAD : 14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ, કારમાંથી ઉતર્યા વગર કરાવો કોરોના ટેસ્ટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">