AHMEDABAD : 14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ, કારમાંથી ઉતર્યા વગર કરાવો કોરોના ટેસ્ટ

AHMEDABAD : AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પીપીપીના ધોરણે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ (Drive through RT-PCR test) ની નવીન પહેલ

AHMEDABAD : 14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ,  કારમાંથી ઉતર્યા વગર કરાવો કોરોના ટેસ્ટ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 10:40 PM

AHMEDABAD : વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસ (COVID19)ને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અમદાવાદ શહેરના લોકોમાં કોરોના વાયરસ દ્વારા થતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કોરોના સંક્રમણને અટકાવવા માટે ઘનિટ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં અમદાવાદ શહેરનાં તમામ સાતેય ઝોનમાં વિવિધ જગ્યાઓએ અગ્રેસિવ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અને હવે RT-PCR ટેસ્ટ (Drive through RT-PCR test) ની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પીપીપીના ધોરણે ડ્રાઇવ થ્ર RT-PCR ટેસ્ટ (Drive through RT-PCR test)ની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના આ કપરા કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના ધોરણે કોરોનાના ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટેની નવીન પહેલ અમદાવાદ શહેરના GMDC મેદાન પર તારીખ 14 એપ્રિલને બુધવારના રોજ સવારે 8 કલાકથી શરૂ કરવામાં આવનાર છે. દેશભરમાં સૌ પ્રથમવાર કોરોના સામેની લડાઇમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધા શહેરીજનોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની તમામ માહિતી

1) આ સુવિધા અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC મેદાન ખાતેની જગ્યા ફાળવવામાં આવી છે તેમજ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ અંગેની સમગ્ર વ્યવસ્થાનું સંચાલન ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવશે.

2) આ સુવિધા સુફલામ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ કેપ્યુટરરાઇઝડ કરવામાં આવેલ છે. 3) ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે મુસાફરો અને ડ્રાઇવર તેમના વાહનોમાંથી બહાર નીકળ્યા વિના ઝડપી અને અનુકૂળ રીતે સમગ્ર RT-PCR ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે.

4) આ અનોખી પહેલથી ઝડપી સેવા અને સગવડ મેળવનારા શારિરીક રીતે દિવ્યાંગ, વૃદ્ધ અને બીમાર દર્દીઓ કે જેવો ઝડપી સેવા અને સગવડ ઇચ્છે છે તેઓએ લેબોરેટરીમાં લાઈનમાં રાહ જોયા વિના ઝડપથી ટેસ્ટના સેમ્પલ આપી શકશે. જેનાથી લેબોરેટરીમાં એસિમ્પટમેટિક દર્દીઓ દ્વારા ચેપ ફેલાતો પણ અટકાવાશે.

5) આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો ટેસ્ટ કરાવવા ઇચ્છનાર વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એકવાર નોંધણી થઈ જાય એટલે એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેકશન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.

6) ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા મુજબ આ પરીક્ષણનો ચાર્જ 800 રૂપિયા રહેશે. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટના ચાર્જની ચુકવણી ઓનલાઇન અને સ્થળ પર જ રોકડથી પણ કરી શકશે.

7) GMDC મેદાન ખાતે ડ્રાઇવ થુ ટેસ્ટીંગ માટે 5 કલેકશન સ્ટેશનો તૈયાર કરવામાં આવેલ છે જ્યાં લોકો તેઓના RT-PCR ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠા બેઠા જ આરામથી મિનિટોમાં આપી શકશે.

8) ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24 થી 36 કલાક પછી વોટ્સએપ, SMS અથવા ઇમેઇલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.

9) ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી આવશ્યક નથી. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટનો લાભ લેવા પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાય છે.

10) ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ આપવા માટેનો સમય દરરોજ સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીનો રહેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">