AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 20: આ અઠવાડિયે 4 સ્પર્ધકમાંથી કોણ થશે એલિમિનેટ ? સામે આવી મોટી અપડેટ, આવશે ટ્વિસ્ટ

એપિસોડમાં આ સીઝનનો પહેલો 'વીકેન્ડ કા વાર' જોવા મળ્યો હતો. આ એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને તેમના પ્રથમ અઠવાડિયાના પ્રદર્શન અંગે પ્રતિસાદ આપ્યો; તેમણે કેટલાકના વખાણ કર્યા તો અન્યને રમતમાં વધુ સક્રિય થવાની સલાહ આપી.

Bigg Boss 20: આ અઠવાડિયે 4 સ્પર્ધકમાંથી કોણ થશે એલિમિનેટ ? સામે આવી મોટી અપડેટ, આવશે ટ્વિસ્ટ
bigg boss 20
| Updated on: Sep 13, 2026 | 9:46 AM
Share

સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 20’ સતત ચર્ચામાં છે અને તેમાં નવા વળાંકો આવતા રહે છે. તાજેતરના એપિસોડમાં આ સીઝનનો પહેલો ‘વીકેન્ડ કા વાર’ જોવા મળ્યો હતો. આ એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને તેમના પ્રથમ અઠવાડિયાના પ્રદર્શન અંગે પ્રતિસાદ આપ્યો; તેમણે કેટલાકના વખાણ કર્યા તો અન્યને રમતમાં વધુ સક્રિય થવાની સલાહ આપી. સ્પર્ધકોને રમતની ગતિવિધિઓ સમજાવતા સલમાન ખાનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વિકેન્ડના વોરમાં દરઅઠવાડિયએ એક એક સ્પર્ધક ઘરમાંથી એલીમિનેટ થશે જોકે આ અઠવાડિયે એલિમિનેશન પ્રક્રિયા નવો ટ્વિસ્ટ આવ્યો છે. મળતી માહિતી મુજબ આ અઠવાડિયે ઘરમાંથી કોઈ પણ સ્પર્ધક બહાર નહીં થાય.

એલિમિનેશન અંગેની અપડેટ

‘બિગ બોસ 20’માં આ અઠવાડિયે ચાર સ્પર્ધકો કનિકા માન, અરિશફા ખાન, લવ ગિલ અને ઉદિતિ સિંહ – એલિમિનેશન માટે નોમિનેટ થયા હતા. જોકે, ‘વીકેન્ડ કા વાર’ની તાજેતરની અપડેટ મુજબ કોઈને પણ બહાર કાઢવામાં આવશે નહીં. નોમિનેટ થયેલા ચારેય સ્પર્ધકો આ અઠવાડિયે સુરક્ષિત છે. જોકે સ્પર્ધકોને હાલમાં આ વાતની જાણ નથી, પરંતુ સલમાન ખાન આજના એપિસોડ (13 સપ્ટેમ્બર)માં તેમને આ સારા સમાચાર આપશે.

કોણ નોમિનેટ થયું છે?

પ્રથમ અઠવાડિયાની નોમિનેશન પ્રક્રિયા દરમિયાન, કનિકા માન, અરિશફા ખાન, લવ ગિલ અને ઉદિતિ સિંહને ઘરના સભ્યો તરફથી સૌથી વધુ મત મળ્યા હતા, જેના કારણે તેઓ નોમિનેટ થયા હતા. જોકે, આ સીઝનમાં દરેક સ્પર્ધક પાસે રમતમાં ટકી રહેવા માટે બે ‘લાઇફલાઇન’ છે. તાજેતરમાં, ‘યંગ ડીએસએ’ (Young DSA) એ કેપ્ટનસી ટાસ્ક જીત્યું અને કનિકા માનની એક લાઇફલાઇન છીનવી લીધી. હાલમાં ઘરમાં રહેલા 15 સ્પર્ધકો પાસે બે-બે લાઇફલાઇન છે, જ્યારે કનિકા પાસે માત્ર એક જ બાકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આવતા અઠવાડિયે કયો સ્પર્ધક બહાર થાય છે.

સલમાન ખાને સ્પર્ધકોને વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો

તાજેતરના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાને સ્પર્ધકોને વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો હતો. શોના હોસ્ટ સલમાન ખાને એ વાત પર પ્રકાશ પાડ્યો કે કયા સ્પર્ધકો બહાર સકારાત્મક છાપ ઊભી કરી રહ્યા છે અને કોની બિલકુલ ચર્ચા નથી થઈ રહી. દરમિયાન, આગામી એપિસોડમાં સલમાન ખાન ઘરના સભ્યો સાથે મસ્તી અને હળવી મજાક-મસ્તી કરતા જોવા મળશે. દર્શકો કનિકા માન અને ગલ્લુનું ડાન્સ પરફોર્મન્સ પણ જોઈ શકશે. આ ઉપરાંત, માહી વિજ અને આમ્રપાલી દુબે સ્પર્ધકોની નકલ કરતા જોવા મળશે.

Breaking News : પહેલા ઠુકરાવી, હવે ₹100 કરોડની ઓફર! ‘હનુમાન અંશ’ આવશે હવે OTT પર, જાણો કમાણી સહિતની તમામ ડિટેલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">