AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: રાજ કુન્દ્રા કેસમાં શર્લિન ચોપરાને મળ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

રાજ કુંદ્રા હાલમાં અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં જેલમાં છે. આવી સ્થિતિમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી જ રહી છે. આ કેસમાં ઘણા જુદા જુદા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં શર્લીન ચોપરાનું નામ હવે સામે આવ્યું છે.

Breaking: રાજ કુન્દ્રા કેસમાં શર્લિન ચોપરાને મળ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ
Sherlyn Chopra gets summons in Raj Kundra case to be questioned today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:12 AM
Share

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) અભિનેત્રી શર્લિન ચોપરાનું (Sherlyn Chopra) નામ પણ સામે આવ્યું છે. આવી સ્થિતિમાં હવે શર્લિનને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. શર્લિનએ ખુલ્લેઆમ રાજ કુંદ્રા (Raj Kundra) પર ઘણા આક્ષેપો કર્યા છે. આવી સ્થિતિમાં, હવે તેની આ બાબતે પૂછપરછ કરવામાં આવશે.

એએનઆઈના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી શર્લિન ચોપરાને સમન્સ પાઠવીને આજે એટલે કે શુક્રવારે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. એટલે કે શર્લિનને આજે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે.

જામીનની અરજી આપી હતી

તાજેતરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટે રાજ કુંદ્રા સાથે સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે શર્લિન ક્રાઈમ બ્રાંચની તપાસથી પહેલાથી જ ડરી ગઈ હતી.

શર્લીને લગાવ્યા છે આરોપ

સમાચાર અનુસાર, શર્લિનએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાએ 2019 માં તેના બિઝનેસ મેનેજરને એક પ્રપોઝલને લઈને ફોન કર્યો હતો. આ પછી રાજ સાથે તેમના મેનેજરની મીટિંગ પણ હતી. શર્લિનના જણાવ્યા મુજબ, રાજે તેને કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. શર્લિને રાજ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે હવે શર્લિનને આ બધાનો જવાબ ક્રાઈમ બ્રાન્ચને આપવો પડશે.

શિલ્પા-રાજના સંબંધો પર સવાલો ઉભા થયા હતા

એટલું જ નહીં, શર્લિનએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વચ્ચેના સંબંધો વિશે જણાવ્યા અનુસાર રાજે તેને કહ્યું હતું કે તેની પત્ની સાથેના તેના સંબંધો ખૂબ જટિલ છે અને તે ઘરે તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારે રાજ તેની નજીક આવ્યો ત્યારે તેણે તેને રોકવા માટે દબાણ પણ કર્યું. એટલું જ નહીં શર્લિને રાજ કુંદ્રા સામે કેસ પણ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે આજે પૂછપરછ કર્યા બાદ શર્લિન ચોપરાને રાહત મળે છે કે તેની પણ મુશ્કેલી વધે છે. રાજ કુંદ્રા હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો

આ પણ વાંચો: Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">