AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashish Vidyarthi And Rupali: બોલિવૂડના ખૂંખાર વિલેન આશીષ વિદ્યાર્થી પર કેવી રીતે આવ્યું રુપાલીનું દિલ ? જાણો તેમની લવ સ્ટોરી વિશે

Ashish Vidyarthi And Rupali Barua Love Story: 25 મેના રોજ તેમણે આસામની રહેવાસી રૂપાલી બરુઆહ સાથે લગ્ન કર્યા હતા. આશિષ વિદ્યાર્થીના આ બીજા લગ્ન છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે લોકો એ જાણવા માટે પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે કે બંનેની મુલાકાત કેવી રીતે થઈ? કેવી હતી બંનેની લવ સ્ટોરી?

Ashish Vidyarthi And Rupali: બોલિવૂડના ખૂંખાર વિલેન આશીષ વિદ્યાર્થી પર કેવી રીતે આવ્યું રુપાલીનું દિલ ? જાણો તેમની લવ સ્ટોરી વિશે
Ashish vidyarthi and rupali barua love story
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:19 PM
Share

Mumbai : સાઉથથી લઈને બોલિવૂડ સુધી અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવીને લોકો પર ઊંડી છાપ છોડનાર આશિષ વિદ્યાર્થી હાલમાં પોતાના બીજા લગ્નના સમાચારને લઈને ચર્ચામાં આવ્યા છે. 25 મેના રોજ તેમણે આસામની રહેવાસી રૂપાલી બરુઆહ સાથે લગ્ન કર્યા હતા. આશિષ વિદ્યાર્થીના આ બીજા લગ્ન છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે લોકો એ જાણવા માટે પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે કે બંનેની મુલાકાત કેવી રીતે થઈ? કેવી હતી બંનેની લવ સ્ટોરી?

આશિષ વિદ્યાર્થીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ બહુ લાંબી વાર્તા છે, પછી કહીશ. તેમણે ભલે કંઈ કહ્યું ન હોય, પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્ન પહેલા એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.  આશિષ વિદ્યાર્થી એ પહેલા લગ્ન થિયેટર કલાકાર અને ગાયક રાજોશી બરુહા સાથે કર્યા હતા. બંને એ ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. હાલમાં 60 વર્ષની ઉંમરે અભિનેતાએ બીજા લગ્ન કર્યા છે.

આ પણ વાંચો : Crackdown 2 Review : સાડી પહેરીને રાજ કરનારી RAW ચીફ તમને ગમશે, ‘Crackdown 2’ જોતાં પહેલા આ રિવ્યૂ જરૂર વાંચો

કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની પહેલી મુલાકાત એક ફેશન શૂટ દરમિયાન થઈ હતી. શૂટ પછી બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા અને પછી વાતચીત શરૂ થઈ. તે જ સમયથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને પછી છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે રૂપાલી

આશિષ અને તેના સંબંધો વિશે વાત કરતાં રૂપાલીએ કહ્યું કે તેઓ થોડા સમય પહેલા મળ્યા હતા અને પછી તેઓએ આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે રૂપાલી ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને કોલકાતામાં તેની ફેશન સ્ટોર પણ છે.

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ કેરળમાં થયો હતો

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ કેરળના કુન્નુરમાં થયો હતો. તેમના પિતા ગોવિંદ વિદ્યાર્થી મલયાલી કલાકાર છે અને તેમની માતા રબી પ્રખ્યાત કથક નૃત્યાંગના હતી. અભિનેતાએ તેમનો પ્રારંભિક અભ્યાસ કેરળના કુન્નુરથી કર્યો હતો. પરંતુ વર્ષ 1969માં તેઓ દિલ્હી આવ્યા અને ત્યાંથી આશિષ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આ અભિનેતાની ફિલ્મી કારકિર્દી થિયેટરથી શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે એક સમયે આ અભિનેતાએ દિલ્હીમાં ઘણું નામ કમાયું હતું. આશિષ વિદ્યાર્થીએ બંગાળી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી બરુઆ સાથે લગ્ન કર્યા હતા.

કન્નડ ફિલ્મોમાં અભિનયની શરૂઆત

આશિષ વિદ્યાર્થીએ તેની સિને કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ‘આનંદ’થી કરી હતી. વર્ષ 1991માં તેને ફિલ્મ ‘કાલ સંધ્યા’થી બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ પછી અભિનેતા આશિષ વિદ્યાર્થીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી આશિષ વિદ્યાર્થીએ ‘1942: અ લવ સ્ટોરી’, ‘સરદાર’, ‘બિચ્ચુ’, ‘દ્રોખલા’, ‘બરફી’ અને બાઝી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમની ફિલ્મ ‘દ્રોખલા’ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Viral Video : યુવતીનું ટેલેન્ટ જોઈને અરિજીત સિંહ બની જશે ફેન, વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">