Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા

આજે સાંજે 5 વાગ્યા સુધીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, રીલીઝ ઓર્ડર જામીન બોક્સમાં મૂકવામાં આવે છે, ત્યારબાદ આર્યન ખાન સાંજે 7-8 વાગ્યા સુધીમાં જેલમાંથી બહાર આવશે. અથવા આવતીકાલે તેમને મુક્ત કરવામાં આવશે.

Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા
aryan khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 10:41 AM

Aryan Khan Bail: આર્યન ખાનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા હતા. હવે તેની રિલીઝની પ્રક્રિયા આજે એટલે કે શુક્રવારે શરૂ થશે. મળતી માહિતી મુજબ, જો આ પ્રક્રિયા આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ નહીં થાય તો આર્યનને આજની રાત પણ જેલમાં જ વિતાવવી પડશે અને પછી કાલે સવારે તેને મુક્ત કરવામાં આવશે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)દ્વારા આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં આર્યન ખાનને રાહત મળી છે, ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ  હાઈકોર્ટ જામીન મંજુર કર્યા છે.

નિષ્ણાતોના મતે મુંબઈ હાઈકોર્ટ (Mumbai High Court)માંથી મળેલા જામીનના આદેશની નકલ (વિગતવાર ઓર્ડરની નકલ અથવા ઓપરેટિવ ભાગ) સ્પેશિયલ NDPS કોર્ટમાં જમા કરાવવાની હોય છે. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ જામીનની રકમ અથવા સિક્યોરિટી માટે વ્યક્તિગત બોન્ડ તેમજ કેટલાક અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કર્યા પછી આરોપીના નામે ‘રિલીઝ ઓર્ડર’ જાહેર કરે છે. આ રીલીઝ ઓર્ડર આર્થર રોડ જેલની બહાર બેલ બોક્સમાં મુકવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે

સાંજે 5 વાગ્યાથી કોર્ટની પ્રક્રિયા પૂરી કરીને જામીન પેટીમાં રિલિઝ ઓર્ડર મૂકવામાં આવશે તો સાંજે 7-8 વાગ્યા સુધીમાં આર્યન બહાર આવી જશે. આ બોક્સમાંથી નીકળતા રીલીઝ ઓર્ડરના આધારે જેલ સત્તાવાળાઓ આરોપીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરોપીને છોડી દેવામાં આવે છે.

આર્યનના જામીનના નિર્ણયથી બહેન સુહાના ખાન (Suhana khan) ઘણી ખુશ જોવા મળી રહી છે. સુહાનાએ આ ખુશી ઈન્સ્ટાગ્રામ દ્વારા વ્યક્ત કરી છે. સુહાના ખાને ત્રણેયની ચાર મોનોક્રોમ તસ્વીરનો કોલાજ શેર કર્યો છે જેમાં ખુશીની પળો દેખાડવામાં આવી છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું ‘આઈ લવ યુ’.

આર્યન ખાનના જામીનના સમાચાર બાદ મુંબઈમાં શાહરૂખના બંગલા મન્નતની બહાર ફેન્સનો મેળાવડો જામ્યો હતો. સુહાના ખાન સિવાય શાહરૂખનો સૌથી નાનો પુત્ર અબરામ ખાન પણ ખુશ જોવા મળ્યો હતો. અબરામ આજે તેના ઘરની ટેરેસ પરથી ફેન્સને હાય કહેતો જોવા મળ્યો હતો. આર્યન માત્ર તેના પરિવારના સભ્યોને મળી શકશે નહીં. પરંતુ 24 દિવસ સુધી પરિવારથી દૂર દિવાળી અને પિતા શાહરૂખનો જન્મદિવસ પણ ઉજવી શકશે.

આ પણ વાંચો : Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે મોટા ઘટાડા બાદ બજાર રિકવર થયું, નફાવસૂલી બાદ ખરીદારી થઇ

આ પણ વાંચો : BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

g clip-path="url(#clip0_868_265)">