Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે મોટા ઘટાડા બાદ બજાર રિકવર થયું, નફાવસૂલી બાદ ખરીદારી થઇ

ગુરુવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1159 પોઈન્ટ્સ નબળો પડ્યો અને 59985 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 354 પોઈન્ટ ઘટીને 17857 પર બંધ થયો હતો.

Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે મોટા ઘટાડા બાદ બજાર રિકવર થયું, નફાવસૂલી બાદ ખરીદારી થઇ
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:12 AM

ગઈકાલના જબરદસ્ત કડાકા બાદ આજે પણ શેર બજારમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો. Sensex અને Nifty બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પ્રારંભિક કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ ગઈકાલના 59,984.70 ના બંધ સ્તર કરતા નીચે 59,857.33 ઉપર ખુલ્યો હતો જે વધુ ઘટાડા સાથે 59,104.58 સુધી સરક્યો હતો. પ્રારંભિક ઘટાડા બાદ જોકે બજાર રિકવર થયું હતું. 11 વાગ્યાના અરસામાં તમામ ઘટાડાને રિકવર કરી શેરબજાર ગ્રીન ઝોનમાં પ્રવેશ્યું હતું. સેન્સેક્સ ફરી 60000 ઉપર પરત ફર્યો હતો.

નિફટીની વાત કરવામાં આવે તો ઇન્ડેક્સ નરમાશ દર્શાવી રહ્યો છે. નિફટી આજે 17,833.05 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર  17,857.25 હતું. આજે ઇન્ડેક્સ લાલ નિશાનમાં પ્રવેશ મેળવી શક્યો નથી જે 17,613.10સુધી નીચલી સપાટીએ જોવા મળ્યો હતો.

વૈશ્વિક સંકેત શું છે ? ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજના કારોબારમાં એશિયન બજારો દબાણ હેઠળ છે જોકે અમેરિકાના મુખ્ય બજારો ગુરુવારે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. Nasdaq અને S&P 500 ગુરુવારે રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ પણ 240 પોઈન્ટ મજબૂત થઈને 35,730ની સપાટીએ બંધ થયો હતો. નાસ્ડેકમાં 212 પોઈન્ટ અને S&P 500માં 45 પોઈન્ટનો વધારો થયો હતો. અર્નિંગ સિઝન સારી થઈ રહી હોવાથી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારો પણ બજારમાં ભારે રોકાણ કરી રહ્યા છે. આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી તેજીમાં છે જ્યારે નિક્કી, તાઈવાન વેઈટેડ અને કોસ્પી નબળા દેખાઈ રહ્યા છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

F&O માં 8 સ્ટોક સામેલ આજે 8 નવા ખેલાડીઓ F&O માં જોડાઈ રહ્યા છે. તેમાં SBI કાર્ડ્સ, અતુલ, બિરલા સોફ્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, ફર્સ્ટસોર્સ, GSPL, લૌરસ લેબ્સ અને વ્હર્લપૂલની એન્ટ્રી થઇ છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે શેરબજારમાંથી રૂ. 3818.51 કરોડ ઉપાડયા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ગઈ કાલે બજારમાં રૂ 836.60 કરોડનું રોકાણ કર્યું હતું.

આ કંપનીઓના આજે પરિણામ જાહેર થશે આજે કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના ત્રીજા ક્વાર્ટર ના પરિણામ જાહેર કરવા જઈ રહી છે. તેમાં Dr Reddy’s Labs, Cadila, BPCL, Shree Cement, UPL, Vedanta, Apollo Tyres, Bandhan Bank, Bharat Electronics, Emami, Escorts, Exide Industries, GAIL, Indigo Paints, JK Lakshmi Cement, JSW Energy, REC, SAIL, Varun Beverages, VIP Industries અને Voltas નો સમાવેશ થાય છે.

ગુરુવારે શેરબજારમાં કડાકો બોલ્યો હતો ગુરુવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1159 પોઈન્ટ્સ નબળો પડ્યો અને 59985 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 354 પોઈન્ટ ઘટીને 17857 પર બંધ થયો હતો. નિફ્ટી પર બેન્ક ઈન્ડેક્સ 2.5 ટકાની નજીક ગગડ્યો, ફાયનાન્સ ઈન્ડેક્સ પણ 2 ટકા નબળો પડ્યો હતો. સેન્સેક્સના 30 પૈકી 25 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ગઈકાલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.8 લાખ કરોડનો ઘટાડો થયો હતો. ITC, ICICIBANK, TITAN, KOTAKBANK, AXISBANK, SBI અને HDFCBANK ટોપ લુઝર હતા.

આ પણ વાંચો :  BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

આ પણ વાંચો :  RBI GOVERNER તરીકે શક્તિકાંત દાસને વધુ ત્રણ વર્ષ માટે નિયુક્ત કરાયા, ડિસેમ્બર 2024 સુધી રહેશે કાર્યરત

g clip-path="url(#clip0_868_265)">