મોટો ખુલાસો ! આર્યન ખાન છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે, શાહરુખ-ગૌરીને પણ ડ્રગ્સ અંગેની હતી જાણ

NCB એ શાહરુખ ખાનને આર્યન સાથે ફોન પર વાત કરાવી છે. પૂછપરછ દરમિયાન અને ફોન પર પણ આર્યન સતત રહ્યો હતો અને તેણે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ લેવાની પણ કબૂલાત કરી છે.

મોટો ખુલાસો ! આર્યન ખાન છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે, શાહરુખ-ગૌરીને પણ ડ્રગ્સ અંગેની હતી જાણ
aryan drugs case revealed aryan is taking drugs for last 4 years
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 04, 2021 | 1:34 PM

Aryan Drugs Case:  મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાંથી (Drugs Party) પકડાયેલા બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી રહી છે. NCBના જણાવ્યા અનુસાર, આર્યને કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કરે છે. તેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુબઈ, યુકે અને અન્ય ઘણા દેશોમાં પણ ડ્રગ્સનું સેવન કર્યું છે.

આર્યન ખાને છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ સેવનની કરી કબુલાત

ઉપરાંત પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, અરબાઝ મર્ચન્ટ પણ આર્યન સાથે સતત ડ્રગ્સનું સેવન કરતો હતો. પૂછપરછ દરમિયાન આર્યન સતત રડતો જોવા મળ્યો હતો. NCBએ આર્યનને ફોન પર શાહરુખ (Shahrukh Khan) સાથે વાત પણ કરાવી છે. જેમાં એ વાત પણ સામે આવી છે કે, શાહરૂખ ખાન અને ગૌરી ખાનને પણ ડ્રગ્સ અંગેની જાણ હતી.

શાહરૂખના મન્નત બંગલો પર સર્ચ ઓપરેશન માટે NCB તૈયાર

NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, મન્નત શાહરૂખના ઘરે ટીમ સર્ચ ઓપરેશન (Search operation) માટે પણ તૈયાર છે. તમને જણાવી દઈએ કે, આર્યનની ધરપકડ બાદ કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે NCB એ આર્યનને તેના લેન્ડલાઈન ફોનથી શાહરુખ ખાન સાથે લગભગ બે મિનિટ સુધી વાત કરાવી હતી. મળતી માહિતી અનુસાર, આર્યન ખાન પૂછપરછ દરમિયાન સતત રડતો હતો. અને તેણે કબૂલાત કરી છે કે, તે છેલ્લા 4 વર્ષથી વિવિધ પ્રકારના ડ્રગ્સ લેતો હતો.

NCB ને ડ્રગ્સ ચેઈન કનેક્શન અંગેની માહિતી મળી

શાહરૂખનો પુત્ર આર્યનનો સૌથી નજીકનો મિત્ર અરબાઝ મર્ચન્ટ ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો તેની માહિતી NCB (Narcotics Control Bureau) ને મળી છે. આ કેસમાં હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને મોટી ધરપકડ થવાની આશંકા છે. દિલ્હીમાં NCB ના દરોડા ચાલુ છે અને એક ટીમ પણ ગોમિત ચોપરાના ઘરે પણ પહોંચી છે. જો NCB ના સૂત્રોનું માનીએ તો, ધરપકડ બાદ NDPS એક્ટમાં દરેક આરોપીના ઘરમાં દરોડા પાડવાની પણ જોગવાઈ છે, આવી સ્થિતિમાં NCB મન્નતમાં સર્ચ ઓપરેશન પણ કરશે તેવું માનવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શાહરૂખ ખાને આર્યન ખાન સાથે વાત કરી, બે મિનિટ સુધી ચાલેલી વાતચીતમાં શાહરુખે ધીરજ રાખવા કહ્યું

આ પણ વાંચો :  Cruise Ship Drugs Case: આર્યન ખાન માટે રાહતના સમાચાર! NCB કસ્ટડીમાં વધારો કરવાની માગ કરશે નહીં, આજે જામીન મળવાની આશા છે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati