AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મલાઇકા અરોરા સાથે બ્રેકઅપની અફવા પર આવ્યુ અર્જુન કપૂરનું રિએક્શન, કહ્યુ – ફાલતુ અને ખોટી વાત

આજે જ્યારે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા ત્યારે ચાહકો ચોંકી ગયા હતા. એવા અહેવાલ હતા કે અર્જુન અને મલાઈકાનો 4 વર્ષનો સંબંધ તૂટી ગયો છે.

મલાઇકા અરોરા સાથે બ્રેકઅપની અફવા પર આવ્યુ અર્જુન કપૂરનું રિએક્શન, કહ્યુ - ફાલતુ અને ખોટી વાત
Arjun Kapoor and Malaika Arora (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 8:13 PM
Share

અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંને પહેલા પોતાના સંબંધોને બધાથી છુપાવતા હતા અને સાથે ફોટો શેર કરતા ન હતા. પણ હવે બંનેને કોઈનો ડર નથી. અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો ફોટો શેર કરીને પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો.

આ પછી બંને એકસાથે વેકેશન પર જાય છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો પણ શેર કરે છે. ચાહકો પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. જો કે, આ કપલ હંમેશા એકબીજાને પ્રેમ કરે છે અને સપોર્ટ કરે છે, પરંતુ હાલમાં જે સમાચાર સામે આવ્યા તેને સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા હતા.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

ખરેખર, અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અર્જુન અને મલાઈકાનો 4 વર્ષનો સંબંધ તૂટી ગયો છે. પરંતુ હવે આ સમાચારો પર અર્જુન કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. અર્જુને મલાઈકા સાથેનો ફોટો શેર કર્યો છે.

અર્જુને મલાઈકા અરોરા સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ખોટી અને ફાલતુ અફવાઓ માટે કોઈ જગ્યા નથી. સ્વસ્થ અને સુરક્ષિત રહો. સારું વિચારો અને લોકો માટે પ્રાર્થના કરો. તમને સૌને પ્રેમ.

અર્જુનની આ પોસ્ટ પર ફેન્સની સાથે સેલેબ્સ પણ બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે. સાથે જ મલાઈકાએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

હવે અર્જુને આ વાતને કન્ફર્મ કર્યા બાદ ફેન્સ પણ ખુશ થઈ જશે. તમને જણાવી દઈએ કે નવા વર્ષ પહેલા અર્જુન કોવિડનો શિકાર બની ગયો હતો, તેથી તે મલાઈકા અરોરા સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરી શક્યો નહોતો. અર્જુને ફરી મલાઈકા સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું મિસ યુ. મલાઈકા પણ અર્જુન વગર કોઈ પાર્ટીમાં ગઈ નહોતી. તે ઘરે જ રહી.

મલાઈકા અને અર્જુનના લગ્નને લઈને ઘણા સમાચાર આવ્યા છે, પરંતુ જ્યારે પણ બંનેને આ વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ઈન્કાર કરે છે. એકવાર અર્જુને કહ્યું હતું કે, હું અને મલાઈકા અમે જે તબક્કામાં છીએ તેનો આનંદ લઈ રહ્યા છીએ અને જ્યારે પણ અમે લગ્ન કરીશું, અમે ચોક્કસપણે તેના વિશે બધાને જણાવીશું.

મલાઈકા વિશે તેને સૌથી વધુ શું ગમે છે તેના પર અર્જુને કહ્યું હતું કે, મલાઈકા એવી વ્યક્તિ છે જે મને ખૂબ સમજે છે. તે મને જુએ છે અને મને કહે છે કે મારો દિવસ કેવો ગયો અથવા હું કંઈક વિશે ઉદાસ છું. મને સહન કરવું સહેલું નથી અને મલાઈકા મને સહન કરે છે, એ મોટી વાત છે.

આ પણ વાંચો –

ઠગ સાથેના વાયરલ ફોટો પર ટ્રોલ થઇ જેક્લીન ફર્નાન્ડીઝ, યૂઝર્સ બોલ્યા – ‘સુકેશ કરતા તો તારો બોડીગાર્ડ સારો છે’

આ પણ વાંચો –

Sakshi Tanwar Fashion Style: એક્ટ્રેસ સાક્ષી તંવર પાસે છે જબરદસ્ત સાડીનું કલેક્શન, જુઓ તસ્વીર

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">