Kaali Poster Controversy : મા ‘કાલી’ના સિગારેટ પીતા ફોટાને લઈને વિવાદ વધ્યો, ટ્વિટરે ફિલ્મમેકર લીનાની પોસ્ટ દુર કરી
ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરે સોશિયલ મીડિયા(Film Kaali Controversy) પર તોફાન ઊભું કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પણ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
Kaali Poster Controversy: લીના મણિમેકલાઈ (Leena Manimekalai) તેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીનું એક પોસ્ટર જાહેર કર્યું હતુ, ત્યારબાદ લોકો ગુસ્સે થયા હતા, ડોક્યમેન્ટ્રી ફિલ્મને લઈ એક પોસ્ટર જાહેર કર્યું હતુ, જેને જોયા બાદ લોકો ગુસ્સે થયા હતા લીનેએ જે પોસ્ટર (Kaali Poster )જાહેર કર્યું હતુ તેમાં મા કાલીને સિગારેટ પીતા દેખાડવામાં આવી છે, તેમણે એક હાથમાં ત્રિશુળ તો બીજા હાથમાં એલજીબીટીક્યુનો ઝંડો છે, લોકોનું કહેવું છે કે, આ પોસ્ટર દ્વારા તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, હવે ટ્વિટરે આના પર કાર્યવાહી કરતા લીના મણિમેકલાઈની આ પોસ્ટને ટ્વિટર પરથી દુર કરી છે, જેમાં તેમને મા કાલીનું પોસ્ટર શેર કર્યું હતુ,
કાર્યવાહીની માંગ ઉઠી
તમને જણાવી દઈએ કે, પોસ્ટર સામે આવ્યા બાદ હિન્દુ સંગઠન સતત આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે, લીના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગતા કાર્યવાહી કરવાની માંગ થઈ છે, મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મ કાલીના પોસ્ટરને લઈ વિવાદ વચ્ચે અનેક રાજ્યોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, દિલ્હી , યૂપી અને મુંબઈમાં આ ફિલ્મના પોસ્ટરને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે,
ફિલ્મમેકરની સાથે અભિનેત્રી પણ છે લીના
લીના મણિમેકલાઈની વાત કરીએ તો ફિલ્મમેકર હોવાની સાથે તે એક કવિયત્રી અને અભિનેત્રી તરીકે ઓળખાય છે, તેની ફિલ્મ મેકિગના આ સફળ કરિયરમાં અનેક ડોક્યુમેન્ટ્રી, ફિક્શન અને ફિલ્મ બનાવી છે
પહેલા પણ વિવાદિત ફિલ્મ બનાવી ચૂકી છે
ફિલ્મકાર લીનાનું નામ પહેલા પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યું છે,જો તેના અચીવમેન્ટની વાત કરવામાં આવે તો લીનાએ ટુંકા સમયમાં મોટી સફળતા મેળવી છે, તેમણે ઈન્ટરનેશનલ એવોર્ડસને લઈ અનેક નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસથી પણ નવાજવામાં આવી છે, વર્ષ 2002માં આવેલી તેની શોર્ટ ડોક્યૂમેન્ટ્રીથી તેમણે તેની ફિલ્મી સફર શરુ કરી છે, ત્યારબાદ તેમણે ઈન્ડસ્ટ્રીમાં અનેક વિવાદિત ફિલ્મો આપી છે,
વર્ષ 2011માં લીનાની પહેલી ફીચર ફિલ્મ સેંગડલ રીલિઝ થઈ હતી. જે ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મની વાર્તા ધનુષકોડીના માછીમારો પર આધારિત હતી,લીનાની આ ફિલ્મ પર પણ ઘણો હંગામો થયો હતો. જેના કારણે તેને કાયદાકીય લડાઈમાં પણ ફસાઈ જવું પડ્યું હતું.