Anant Radhika Wedding : વૈભવી પરિવારના લગ્ન સમારંભે 100000 થી વધુ નોકરીઓનું સર્જન કર્યું, લોકલ ઈકોનોમીમાં પ્રાણ ફૂંક્યો

|

Jul 05, 2024 | 2:28 PM

ઘરનો નાનો દીકરો સૌથી પ્રિય હોય છે…જો આને અનંત અંબાણીના સંદર્ભમાં જોવામાં આવે, તો તમે જોશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના લાડલાના લગ્નમાં કેટલો ભવ્ય ખર્ચ કરી રહ્યા છે.

Anant Radhika Wedding : વૈભવી પરિવારના લગ્ન સમારંભે 100000 થી વધુ નોકરીઓનું સર્જન કર્યું, લોકલ ઈકોનોમીમાં પ્રાણ ફૂંક્યો

Follow us on

ઘરનો નાનો દીકરો સૌથી પ્રિય હોય છે…જો આને અનંત અંબાણીના સંદર્ભમાં જોવામાં આવે, તો તમે જોશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના લાડલાના લગ્નમાં કેટલો ખર્ચ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે અંબાણી પરિવાર દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો લગ્ન ખર્ચ છે.

Pre-Wedding Ceremony જામનગરમાં યોજાઈ હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ રહયા છે. ગુજરાતના જામનગરમાં ગત 1 માર્ચથી તેમના લગ્નની ઉજવણી શરૂ થઇ હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરનાર આ દંપતી આગામી 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. અનંતે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના પરિવારના ઈતિહાસમાં તેના મહત્વને કારણે તેણે પ્રિ વેડિંગ સેરેમની માટે જામનગરની પસંદગી કરી હતી.

છ મહિનામાં 1,00,000 થી વધુ નોકરીઓનું સર્જન થયું

લગ્ન પહેલાના સેલિબ્રેશનથી સ્થાનિક અર્થતંત્રને પણ ઘણો ફાયદો કર્યો છે. છ મહિનામાં 1,00,000 થી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ રોજગારોમાં રસોઇયા, ડ્રાઇવર, સ્ટાફ, ડેકોરેટર અને કારીગરો સહીત સેંકડો નોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇવેન્ટ પ્લાનિંગ થકી પણ અનેક લોકોને નાની મોટી રોજગારી મળી હતી. રોજગારીની તકોના પ્રવાહે સ્થાનિક વ્યવસાયને ભારે પ્રોત્સાહન આપ્યું છે, જે દર્શાવે છે કે આવા હાઈ-પ્રોફાઇલ સેલિબ્રેશન્સની સકારાત્મક સામાજિક-આર્થિક અસર કેટલી મોટી હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

અનંત-રાધિકાના લગ્ન સમારોહને કારણે જામનગર, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સતત ત્રણ મહિના સુધી પર્યટનને પણ વેગ આપ્યો છે, જે સાંસ્કૃતિક અને આર્થિક મહત્વના સ્થળ તરીકે જામનગરની પ્રતિષ્ઠામાં વધારો કરે છે.

50 યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના Grand Prix Weddingની ઉજવણી દરમિયાન અંબાણી પરિવારે તાજેતરમાં 50 યુગલો અને તેમના પરિવારો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ આયોજન મોટા અને વૈભવી પારિવારિક પ્રસંગની શરૂઆત સાથે જરૂરિયાતમંદોની સેવાની પરંપરાનું મૂલ્ય વર્ણવે છે જેનાથી સમુદાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા મજબૂત બની છે. આ પહેલ અનંત અંબાણીએ તેમના પ્રેમની ઉજવણીમાં દેશ અને સમાજને કેવી રીતે રિટર્ન આપી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રવાસન ઉદ્યોગમાં આવી તેજી

અનંત અંબાણીના લગ્નને લઈને અત્યાર સુધીની તૈયારીઓ પર નજર કરીએ તો મુકેશ અંબાણીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. જો આપણે નજીકથી નજર કરીએ તો આપણે જોઈશું કે જામનગરમાં અનંત અંબાણીની પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન પહેલા ‘વનતારા’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જામનગર રિફાઈનરીની આસપાસના ગામડાઓના લોકો માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ફિલ્મ જગતની સાથે સાથે રમતગમતની દુનિયા, મોટા ઉદ્યોગપતિઓ અને સમગ્ર વિશ્વમાંથી રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ કાર્યક્રમનો ભાગ બનવા આવ્યા હતા. તેમના માટે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. સિતારાઓની મુલાકાત આકર્ષણ બન્યા અને જામનગર અને આસપાસના વિસ્તારનો પ્રવાસન ઉદ્યોગ તેજીમાં આવ્યો છે.

આ પણ વાંચો : અનંત-રાધિકાની ગરબા નાઈટ ખુદ દાદી કોકિલાબેને કરી હોસ્ટ, સામે આવ્યા ઈનસાઈડ Video

 

 

Next Article