અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં નીરજ ચોપરાને આપી શુભેચ્છા, Video સોશિયલ મીડિયા પર વાયરલ

અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં નીરજ ચોપરાને આપી શુભેચ્છા, Video સોશિયલ મીડિયા પર વાયરલ
Amitabh Bachchan and Neeraj Chopra (File Photo)

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા (Social Media) પર અલગ અંદાજથી પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં જ અમિતાભે નીરજ ચોપરા વિશે એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 10, 2021 | 4:07 PM

Amitabh Bachchan: ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતનાર નીરજ ચોપરા હાલ ખુબ ચર્ચામાં છે.  નીરજ ચોપરાને સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે,ત્યારે અમિતાભ બચ્ચને પણ ખાસ અંદાજથી નીરજને (Neeraj chopra) શુભેચ્છા આપી છે.

આપને જણાવી દઈએ કે,બોલિવૂડ સેલેબ્સ(Celebrities)  પણ નીરજ ચોપરાને અભિનંદન આપવામાં પાછળ નથી. સલમાન ખાનથી લઈને વિકી કૌશલ સુધી દરેક સ્ટારે નીરજને અભિનંદન આપ્યા છે. હવે આ યાદીમાં અમિતાભ બચ્ચનનુ નામ પણ જોડાઈ ગયુ છે.

અમિતાભે નીરજ માટે પોસ્ટ કરી

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. અમિતાભ (Amitabh) પોતાની આગવી શૈલીથી પોસ્ટ શેર કરવા માટે જાણીતા છે. ત્યારે હાલમાં ખાસ અંદાજથી તેમણે નીરજને શુભેચ્છા પાઠવી છે.

અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કર્યો છે, જેમાં નીરજ કાર્ટૂનના રૂપમાં (Cartoon)  ભાલો ફેંકતો જોવા મળી રહ્યો છે, આ વીડિયોને ખૂબસુરત રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ વિડીયો શેર કરતા અમિતાભે લખ્યું છે કે, એક છાતીએ 103 કરોડની છાતી પહોળી કરી અને વિશ્વભરમાં ભારતીય ઓલિમ્પિક(Tokyo Oympics)  ટીમે દેશનો ધ્વજ લહેરાવ્યો.

તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ(Viral)  થઈ રહી છે. ચાહકો તેમના અંદાજની ખુબ પ્રશંશા કરી રહ્યા છે અને અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જો અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) કામ વિશે વાત કરવામાં આવે તો અભિનેતા પાસે હાલ ઘણી ફિલ્મો છે. તાજેતરમાં તેણે ફિલ્મ મેડેનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મો સિવાય તે ટૂંક સમયમાં સોની ટીવીના(Sony Tv)  પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિમાં પણ જોવા મળશે. આપને જણાવી દઈએ કે,અમિતાભ ટૂંક સમયમાં આ શો માટે શૂટિંગ શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક ઉપરાંત નીરજ ચોપરાએ 2018 માં એશિયન ગેમ્સ (Asian Games)અને કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે નીરજ ભારત આવ્યો, ત્યારે પુરજોશમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: હંમેશા બધાની મજાક ઉડાવતા કપિલ શર્માને અક્ષય કુમારે એવું તો શું કહ્યું કે, બધાની સામે બોલતી થઈ બંધ

આ પણ વાંચો: શું ખરેખર રજનીકાંત અને નીરજ ચોપરા વચ્ચે છે આ કનેક્શન ? રણવીર હુડ્ડાના ટ્વિટથી ફેન્સ થયા કનફ્યુઝ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati